Ahmedabad ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી ચીખલીકર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપ્યા

|

Jun 06, 2021 | 7:43 PM

અમદાવાદ (Ahmedabad)ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે(Police)ઘરફોડ ચોરી કરવાના ગુનામાં કુખ્યાત ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડયા છે. આ પકડાયેલા ત્રણેય શખ્સો જિમ ટ્રેનર તરીકે કામ કરતા અને રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા. આ અગાઉ પણ ઘરફોડ ચોરીના કેસોમાં આરોપીઓ પકડાઇ ચૂક્યા છે.

Ahmedabad ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી ચીખલીકર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપ્યા
અમદાવાદ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી ચીખલીકર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપ્યા

Follow us on

અમદાવાદ (Ahmedabad)ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે(Police)ઘરફોડ ચોરી કરવાના ગુનામાં કુખ્યાત ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડયા છે. આ પકડાયેલા ત્રણેય શખ્સો જિમ ટ્રેનર તરીકે કામ કરતા અને રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા. આ અગાઉ પણ ઘરફોડ ચોરીના કેસોમાં આરોપીઓ પકડાઇ ચૂક્યા છે. આ પકડાયેલા આરોપી બીજુ કોઈ નહીં પણ ચીખલીકર ગેંગના સાગરીતો છે.

ત્રણે ચીખલીકર ગેંગના સાગરિતો

અમદાવાદ (Ahmedabad)ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે(Police)ઝડપેલા આ ત્રણે ચીખલીકર ગેંગના સાગરિતો છે.જેમાંથી મુખ્ય સૂત્રધાર જશપાલસિંહ ઉર્ફે પ્રધાન સિંઘ સરદાર પોતાના અન્ય બે સાગરીતો સાથે ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતો હતો. જ્યારે અન્ય બે શખ્સો મહેન્દ્રસિંહ સરદાર અને ગબ્બર સિંહ સરદાર અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યા છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

રાત્રી સમયે  રેકી કરી ઘરફોડ ચોરી ગુનાને અંજામ આપતાં

આ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યુ છે કે તાજેતરમાં જ અમદાવાદ (Ahmedabad)ના બોપલ વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાને આ ત્રણેય આરોપીઓ ભેગા મળી અંજામ આપ્યો હતો. જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓ પાસેથી રૂપિયા 1.61 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ આરોપીઓની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો રાત્રી સમયે  રેકી કરી ઘરફોડ ચોરી ગુનાને અંજામ આપતાં હોય છે. જેમાં આરોપી જશપાલસિંહ પ્રધાન અને સિંહ જિમ ટ્રેનર તરીકે બોપલ વિસ્તારમાં જ નોકરી કરતા હતાં જેથી બોપલ વિસ્તારમા ચોરી કરી હતી.

બે આરોપી જમાઈ અને સસરા

પોલીસ(Police) દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછમા સામે આવ્યુ કે બે આરોપી જમાઈ અને સસરા છે. જે એકાદ વર્ષ પહેલા આરોપી બોપલમા જીમ ટ્રેનર તરીકે કામે લાગ્યા હતા પરંતુ લોકડાઉનમાં જીમ બંધ થઈ જતાં ફરી એક વખત જશપાલસિંહ અને ગબ્બર પોતાની ટોળકી સાથે ઘરફોડ ચોરી કરવાના રવાડે ચડયા હતા.

Next Article