Ahmedabad Rathyatra 2021:: રથયાત્રાને મંજુરી મળ્યા બાદ પોલીસ વિભાગ એક્શનમાં, મામેરાથી લઈ રથ રૂટ પર રિહર્સલ શરૂ, જુઓ VIDEO

|

Jul 08, 2021 | 6:32 PM

સરસપુર મંદિરથી નજીકના સર્કલ સુધી રિહર્સલની પ્રક્રિયા શરૂ કરી હતી. સર્કલ પર રથ આવે અને મામેરું ભગવાનને અર્પણ કરાય તે પ્રક્રિયાનું રિહર્સલ કરવામાં આવ્યું

Ahmedabad Rathyatra 2021:: રથયાત્રાને મંજુરી મળ્યા બાદ પોલીસ વિભાગ એક્શનમાં, મામેરાથી લઈ રથ રૂટ પર રિહર્સલ શરૂ, જુઓ VIDEO
Ahmedabad Rtahyatra 2021: Police department in action after approval of rath yatra, rehearsal started on

Follow us on

Ahmedabad Rathyatra 2021: 144મી રથયાત્રા(Rathyatra 2021)ને કરફ્યુ અને પ્રોટોકોલ સાથે મંજૂરી મળી ગયા બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે. રથયાત્રાને લઈ પોલીસ વિભાગે(Police Department) આજે સરસપુર મંદિરથી નજીકના સર્કલ સુધી રિહર્સલની પ્રક્રિયા શરૂ કરી હતી.

સર્કલ પર રથ આવે અને મામેરું ભગવાનને અર્પણ કરાય તે પ્રક્રિયાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું . આ સિવાય પોલીસ કાફલો ખડકી અને વાહનો હટાવી રૂટ બેરીકેટિંગ કરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રૂટમાં અન્ય સ્થળે પણ પોલીસ દ્વારા નિરિક્ષણ વધારવામાં આવ્યું છે. નિશ્ચિત સમયમાં રથયાત્રા અને તમામ વિધિ પૂર્ણ કરી શકાય તે માટે રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ભક્તો જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ અને તે છે રથયાત્રાને આપવામાં આવેલી મંજૂરી. કેમ કે દરેકને આશ હતી કે આ વર્ષે રથયાત્રા નીકળે. જેને સરકાર દવારા કરફ્યુ અને પ્રોટોકોલ સાથે કાઢવા મંજૂરી આપી. જે મજૂરી આપતા પોલીસ વિભાગ વધુ હરકતમાં આવ્યું. રથયાત્રા મંજૂરી પૂર્વે શહેર પોલીસ સાથે અન્ય પોલીસ બોલાવી બંદોબસ્ત વહેંચણી કરી અને જે મંજૂરી મળી તેની સાથે પોલીસ વિભાગે રિહર્સલ પણ શરૂ કર્યું. જેમાં સરસપુર મંદિર થી સર્કલ સુધી મામેરું અર્પણ કરવાની પ્રક્રિયાનું રિહર્સલ પોલીસ વિભાગે કર્યું. જેથી રથયાત્રાની નિશ્ચિત સમયમાં રથયાત્રા અને તમામ વિધિ વગર કોઈ અડચણ અને સમય વિલંબે પૂર્ણ કરી શકાય.

કેવી હશે આ વખતની 144 મી રથયાત્રા

2020માં કોરોનાની શરૂઆત થવાને લઈને 2020માં રથયાત્રાને મંજૂરી મળી ન હતી. જે રથયાત્રા શરૂ થઈ ત્યારથી હાલ સુધીની ઇતિહાસની પ્રથમ ઘટના હતી. જે બાદ કોરોનાની બીજી લહેર આવી ત્યારે પણ લાગતું હતું કે રથયાત્રા આ વર્ષે પણ નહીં નીકળે. જોકે સરકારના પ્રયાસથી શહેર અને રાજ્યમાં કોરોના પર નિયંત્રણ લાવી શક્ય અને આજે તેનું જ પરિણામ સામે આવ્યું કે રથયાત્રા કાઢવા મજૂરી અપાઈ.

જોકે ત્રીજી લહેરની શક્યતાને લઈને નિશ્ચિત સમય. નિશ્ચિત લોકો અને પ્રોટોકોલ તેજ કરફ્યુ વચ્ચે રથયાત્રા કાઢવાનું નક્કી કરાયું. જેને લઈને સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી રથયાત્રા રૂટમાં આવતા 8 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરફ્યુ લગાવવાના આવશે.

સામાન્ય રીતે રથયાત્રા 7 વાગે જગન્નાથ મંદિર થી પ્રસ્થાન કરી 1 વાગે રથ સરસપુર મંદિર પહોંચતા હોય છે. જોકે આ વર્ષે માત્ર 6 કલાકમાં રથયાત્રા પૂર્ણ કરવાની છે. જેને જોતા 7 વાગે રથયાત્રા નીકળશે અને 1 વાગે રથ નિજ મંદિર પરત પહોંચશે. જેમાં સરસપુર મંદિર કે જ્યાં રથ સામાન્ય રીતે એક કલાક રોકાતા હોય છે જ્યાં ભગવાનને મામેરું અર્પણ કરવાની વિધિ કરાતી હોય છે તે આ વર્ષે 15 મિનિટમાં પૂર્ણ કરી દેવાશે. જેના માટે સરસપુર ખાતે જે વિધિ 9 વાગે શરૂ થતી હોય છે તે વિધિ સવારે 7 વાગે શરૂ કરાશે. જેથી સમય મેનેજ કરી શકાય.

તો સરસપુર ખાતે દરવર્ષે મંદિર ટ્રસ્ટી. મામેરું કરનાર પરિવાર અને હજારો ભક્તોની જનમેદની હોય છે તેના બદલે આ વર્ષે માત્ર મંદિર ટ્રસ્ટી. પૂજારી અને મામેરું કરનાર લોકો જ હાજર રહેશે. અને એક ચર્ચા એવી પણ છે કે તે તમામ લોકોને પાસ પણ આપી શકાય છે.

એટલું જ નહીં પણ રથયાત્રા જ્યારે સરસપુર મંદિર પહોંચે ત્યારે ભગવાન સાથે ભક્તોની આગતા સ્વાગત કરાય છે. તેમજ ભક્તો માટે સરસપુરમાં દરેક પોળમાં ભોજન ભંડારા પણ કરાય છે. જોકે આ વર્ષે કોરોનાને લઈને બહારથી આવતા ભક્તો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તો સરસપુર ખાતે ભોજનના ભંડારા કરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. તેમજ પ્રસાદી પણ વિતરણ નહિ કરી શકાય.

ગજરાજ રથયાત્રાનો એક અભિન અંગ ગણાય છે. જેના વગર રથયાત્રા અધૂરી માનવના આવતી હોય છે. જોકે કોરોનાને લઈને આ વર્ષે રથયાત્રામાં ગજરાજ તો નહીં રહે પણ અખાડા. ભજનમંડળી. ટેબલો. ટ્રક કે કોઈ પણ વાહન નહિ રહે. રહેશે તો માત્ર 3 રથ અને નિશ્ચિત કરેલા 5 વાહનો. જેની સાથે એક રથ પર 20 ખલાસી એમ કુલ 60 ખલાસી અને અન્ય મહંત અને ટ્રસ્ટી સભ્ય એવા 30 થી 40 એમ અંદાજે કુલ 100 લોકો સાથે રથયાત્રા નીકળશે. જેમાં તમામ ખલાસીએ રથયાત્રાના 48 કલાક પૂર્વે rtpcr રિપોર્ટ લેવાનો રહેશે તેમજ રસીનો એક ડોઝ લીધેલો પણ હોવો જોઈશે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતાને વધુમાં વધુ ઓછી કરી શકાય.

એટલું જ નહીં પણ મંજૂરી મળે તે પહેલા જ પોલીસ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓને પોઇન્ટ ફાળવણી તેમજ amc દ્વારા રથયાત્રા રૂટના રસ્તા તેજ ફૂટપાથ નું સમારકામ કરવામાં આવ્યા. તેમજ ફૂટપાથ પાસે વ્યવસ્થાના ભાગ રૂપે રેલિંગ પણ લગાવવામાં આવી.

આટ આટલી તૈયારી કરાઈ છે. પણ 144 મી રથયાત્રામાં દરેક લોકો તે પછી. પોલીસ કર્મચારી હોય. મંદિર સભ્ય હોય. ભક્તો હોય કે મીડિયા કર્મીઓ હોય તમામે ધ્યાન રાખવાનું રહેશે કે દરેક કોરોના ગાઈડલાઈનનું પાલન કરે. કેમ કે જે રીતે પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા તેમાં તેઓને ડ્યુટી સોંપતી વખતે તેમજ તેમની કામગીરીની સમજ આપતી વખતે કર્મચારીઓ ભેગા કરતા સોશ્યલ ડિસ્ટન્સ ભંગ તેમજ માસ્ક વગર કર્મચારીઓ દેખાયા.

રથયાત્રા પહેલા કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યા. ત્યાર જરૂરી છે કે નિયમ પાલન કરાવનાર નિયમ પાલન કરે જેથી નિયમ પાલન થાય અને રથયાત્રા અડચણ વગર પૂર્ણ કરી શકાય. કેમ કે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા તમામને માસ્ક પહેરવા અંશ સોસીયલ ડિસ્ટન્સ પાલન કરવા અપીલ કરાઈ છે. જેનું પાલન થવું ઓન જરૂરી છે.

Published On - 6:28 pm, Thu, 8 July 21

Next Article