Ahmedabad : મોંઘવારીનો વધુ એક માર, સતત વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો

|

Sep 27, 2021 | 5:34 PM

જો વરસાદની સ્થિતિ હજુ આમને આમ રહીં તો આગામી દિવસોમાં બજારમાં શાકભાજીની અછત વર્તાવાની સંભાવના દેખાઇ રહી છે. જેને પગલે હજું પણ શાકભાજીના ભાવ વધે તેવી વેપારીઓ શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે.

Ahmedabad : મોંઘવારીનો વધુ એક માર, સતત વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો
File photo

Follow us on

એક તરફ રાજયમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શાકભાજીના પાકને અસર પહોંચી છે. જેને પગલે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ વધ્યા હોવાનું વેપારી જણાવી રહ્યાં છે. વરસાદને કારણે ગવાર, ચોરી, ભીંડા, દૂધી, રીંગણ, કોથમીર અને ફુલાવરના શાકભાજીના પાકને ભારે અસર થઇ છે.

શાકભાજીની આવક ઘટતા, શાકભાજીના ભાવમાં વધારો

નોંધનીય છેકે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં વરસાદના કારણે શાકને ભારે નુકશાન પહોંચ્યું છે. સાથે જ પરપ્રાંતમાંથી આવતી શાકભાજીની આવક ઘટતા પણ ભાવને અસર થઇ છે. અત્યારની સ્થિતિ પ્રમાણે 50 થી 60 ટકા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદને કારણે શાકભાજીના પાકને 50 થી 60 ટકા નુકશાન થયું છે. અને ચોમાસામાં શાકભાજીના સમયે પુષ્કળ વરસાદ પડતાં પાકને નુકશાન થતા ભાવ વધ્યો હોવાનું વેપારી જણાવી રહ્યાં છે. સાથે જ વરસાદ ઘટે તો નવો પાક આવે અને ભાવ ઘટે તેવું પણ વેપારી જણાવે છે. અને, આગામી 2 મહિના સુધી ભાવ ઘટવાની શકયતા ઓછી હોવાનું વેપારીએ ઉમેર્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હોલસેલમાં કિલોના શાકભાજીના ભાવ આ પ્રમાણે છે.

1) ગિલોડા 75થી 90 રૂપિયા

2)કોથમીર 50 રૂપિયા

3)મરચાં 20 રૂપિયા

4)રીંગણ 20 થી 25 રૂપિયા

5) દૂધી 20 થી 25 રૂપિયા

6) ફુલાવર 25 થી 30 રૂપિયા

7) કોબીજ 12 થી 15 રૂપિયા

8) તુવેર 80 થી 90 રૂપિયા

9) વટાણા 120 થી 140 રૂપિયા

હજુ પણ શાકભાજીના ભાવ વધવાની શક્યતા

જોકે, શાકભાજીના ભાવ વધવાના કારણે ગૃહિણીઓના બજેટ પર અસર થઇ છે. શાકભાજીને લઈને સરકાર ધ્યાન આપે અને ભાવ ઘટાડવા ગૃહિણીએ માંગ કરી છે. જો વરસાદની સ્થિતિ હજુ આમને આમ રહીં તો આગામી દિવસોમાં બજારમાં શાકભાજીની અછત વર્તાવાની સંભાવના દેખાઇ રહી છે. જેને પગલે હજું પણ શાકભાજીના ભાવ વધે તેવી વેપારીઓ શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે. સતત વરસાદને કારણે ખેતરમાં શાકભાજીનો પાક જોઇએ તેવો ઉતરી રહ્યો નથી. અને, તેની સીધી અસર શાકભાજીના ભાવ પર પડી રહી છે.

આ પણ વાંચો : GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે

આ પણ વાંચો : Pakistan: ગ્વાદરમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમા બોંબ ઘડાકો કરીને તોડી પડાઈ, બલોચ લિબરેશન ફ્રન્ટે હુમલાની લીધી જવાબદારી

Next Article