Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં સવારમાં તુટી પડેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં સવારમાં તુટી પડેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
| Updated on: Sep 18, 2026 | 9:00 AM

Ahmedabad Rain :  અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવારે 7:30 વાગ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ પડતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કડાકા-ભડાકા સાથે એકધારો વરસાદ

સવારે 7:30 વાગ્યા બાદ અમદાવાદમાં અચાનક વરસાદનું જોર વધ્યું હતું. વીજળીના કડાકા-ભડાકા સાથે આશરે એક કલાક સુધી એકધારો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને પણ હાલાકી પડી હતી.

અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

સવારના સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓ અટવાયા

વરસાદનો સમય સવારનો હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ અને તેમને મૂકવા જતા વાલીઓને પણ મુશ્કેલી પડી હતી. વરસાદ અને પાણી ભરાવાના કારણે કેટલાક માર્ગો પર વાહનો ધીમી ગતિએ ચાલતા જોવા મળ્યા હતા.

વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને મુશ્કેલી

એકધારો વરસાદ વરસતા શહેરમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. ખાસ કરીને વરસાદ દરમિયાન વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી. કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ પડતાં સવારના જનજીવન પર તેની અસર જોવા મળી હતી.

Breaking News : છેલ્લા 24 કલાકમાં, ગુજરાતમાં 32 જિલ્લામાં મેઘમહેર, 151 તાલુકામાં વરસાદ, માળિયામાં 131 મીમી

Published On - 8:59 am, Fri, 18 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.