Ahmedabad : ગણેશ ઉત્સવને લઈને AMCની તૈયારી, વિવિધ સ્થળે ગણેશ વિસર્જન કુંડ બનાવ્યા

|

Sep 10, 2021 | 6:09 PM

એક વિસર્જન કુંડ માટે અંદાજે રૂપિયા પાંચ લાખનો ખર્ચ થાય તેવી શક્યતા છે. જેના કારણે 37 જેટલા કુંડ 2 કરોડના ખર્ચે તૈયાર થશે તેવો અંદાજ છે. જ્યાં નિશ્ચિત લોકો જ ગણેશ વિસર્જન કરી શકશે. જેથી નિયમ પાલન થઈ શકે.

Ahmedabad : ગણેશ ઉત્સવને લઈને AMCની તૈયારી, વિવિધ સ્થળે ગણેશ વિસર્જન કુંડ બનાવ્યા
Ahmedabad: Preparations of AMC for Ganesh Utsav, construction of Ganesh Discharge Ponds at various places

Follow us on

અમદાવાદ શહેરના નાગરીકો ફરી એક વખત તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત થયા છે. રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર બાદ ગણેશોત્સવની ઉજવણી કરવા શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જેવા મળી રહ્યો છે. સરકાર તરફથી ગણેશ ઉત્સવને લીલીઝંડી મળ્યા બાદ નાગરીકોની શ્રધ્ધામાં એક અલગ જ સંચાર થયો છે. તેમજ ગાઈડલાઈન મુજબ ગણેશ મૂર્તિ લાવવા અને વિસર્જન કરવા માટે નાગરીકો તત્પર બન્યા છે. ત્યારે શહેરીજનોના ઉત્સાહમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ભાગીદાર બની રહ્યું છે.

એક કુંડ બનાવવા આશરે 5 લાખનો ખર્ચ થશે, કુલ 2 કરોડના ખર્ચનો અંદાજ

કેમ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ AMC દ્વારા શહેરમાં ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જ્યાં વિસર્જન માટે લાઇટ, પાણી , ટ્રાફિક , ક્રેઈન સહીતની વ્યવસ્થા આપવા માટે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. જે ઠરાવ પાસ થતા શહેરમાં 37 કરતા વધુ સ્થળે વિસર્જન કુંડ બનાવવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઝોન પ્રમાણે જોઈએ તો,

પશ્ચિમ ઝોન 10 કુંડ
દક્ષિણ ઝોન 05 કુંડ
ઉત્તર ઝોન 06 કુંડ
મધ્ય ઝોન 16 કુંડ

એક વિસર્જન કુંડ માટે અંદાજે રૂપિયા પાંચ લાખનો ખર્ચ થાય તેવી શક્યતા છે. જેના કારણે 37 જેટલા કુંડ 2 કરોડના ખર્ચે તૈયાર થશે તેવો અંદાજ છે. જ્યાં નિશ્ચિત લોકો જ ગણેશ વિસર્જન કરી શકશે. જેથી નિયમ પાલન થઈ શકે.

ગત વરસે ગણેશોત્સવની ઉજવણી રદ હતી

મહત્વનું છે કે 2020 માં કોરોનાને કારણે ગણેશોત્સવની ઉજવણી થઈ ન હતી. જેના કારણે ચાલુ વરસે ઉત્સવ થાય તેવું દરેક લોકો ઇચ્છી રહ્યા હતા. ત્યારે આ પર્વને મંજૂરી મળતા નાગરીકો અને તંત્રમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે જ મ્યુનિસિપલ તંત્ર દ્વારા અંદાજે 37 જેટલા કુંડ તૈયાર કરવા માટે રૂ. દોઢ થી બે કરોડનો ખર્ચ થઈ શકે કરવામાં આવી રહ્યો છે. જેથી દરેક નાગરિક અને ગણેશ ભક્તોને સુવિધા મળી રહે.

કોરોના અંગે સાવચેત રહેવા લોકોને સલાહ

જોકે સાથે જ તંત્ર દ્વારા દરેક લોકોને નિયમ પાલન કરવા પર ખૂબ જ ભાર મુકાઈ રહ્યો છે. કેમ કે ત્રીજી લહેરની શકયતા છે. તેવામાં થોડી ચૂક જોખમ નોતરી શકે છે. જેનાથી દરેક નાગરિકે સાવચેત રહેવું પડશે અને તેના માટે નિયમ પાડવા જરૂરી છે. જેથી sop સાથે ગણેશ ઉત્સવને મંજૂરી આપવામાં આવી છે. અને જો ક્યાંય વધુ ભંગ જણાશે તે તેવા સ્થળે તંત્ર કાર્યવાહી પણ કરી શકે છે. જેથી સાવધાની અને સતર્કતા એ જ માત્ર ઉપાય અને ઉત્સવ માટેનો પહેલો નિયમ હાલમાં માનવામાં આવી રહ્યો છે.

Next Article