AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad:સોલા સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલી બાળકીને શોધવામાં પોલીસ સફળ, પરિવારને સોંપવામાં આવી

પોલીસ તપાસમાં સામે આવ્યું કે એક દિવસીય બાળકીનું અપહરણ કરનાર મહિલા નગમાબેન છે અને તે છેલ્લા સાતેક વર્ષથી જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં રહેતા હતા.

Ahmedabad:સોલા સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલી બાળકીને શોધવામાં પોલીસ સફળ, પરિવારને સોંપવામાં આવી
Ahmedabad Police succeed in finding missing girl from Sola Civil Hospital handed over to family
Mihir Soni
| Edited By: | Updated on: Sep 09, 2021 | 6:08 PM
Share

અમદાવાદ( Ahmedabad) ની સોલા સિવિલ(Sola Civil)હોસ્પિટલમાંથી ગુમ થયેલી બાળકીને(Child)શોધવામાં સોલા પોલીસને(Police)મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે ગણતરીના દિવસોમાં બાળકીને જીવિત હાલતમાં તેમના પરિવારજનોને સોંપી છે. જ્યારે પરિવાર પણ બાળકી જોઈ ખુશખુશાલ થઈ ગયો છે..

સોલા સિવિલ હોસ્પિટલમાંથી  ગત ૧લી સપ્ટેમ્બરેના રોજ  બાળકીના  અપહરણ અંગેની ફરિયાદ પરિવારજનો દ્વારા આપવામાં આવી હતી.  જેમાં માત્ર સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલી શંકાસ્પદ મહિલાની તપાસ કરતા પોલીસને આખરે સફળતા પ્રાપ્ત થઈ છે. મહત્વનું છે કે આ તપાસ માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સોલા પોલીસની ટીમ છેલ્લા સાત દિવસથી અવિરત બાળકીને શોધવા માટે મહેનત કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે એક દિવસીય બાળકીનું અપહરણ કરનાર મહિલા નગમાબેન છે અને તે છેલ્લા સાતેક વર્ષથી જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં રહેતા હતા. પરંતુ આ સાત વર્ષના લગ્નજીવન દરમિયાન પોતાને બાળક નહીં હોવાથી છેલ્લા કેટલાય દિવસથી સોલા સિવિલમાં બાળકની રેકી કરવાના ઈરાદે ફરતી હતી.

પરંતુ બાળકોના વોર્ડમાં તાજી જન્મેલી બાળકી જોઈ જતા નગમાએ તેને ઉઠાવીને રફુચક્કર થઇ ગઇ હતી. જોકે મહિલા સીસીટીવી ફુટેજમાં દેખાતા પોલીસને તપાસ કરવામાં મદદરૂપ થયા હતા.

હાલ તો પોલીસે મહિલા આરોપી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  ત્યારે જોવું એ રહ્યું કે મહિલાની પૂછપરછ દરમિયાન શું નવા ખુલાસાઓ થાય છે ? અને આ અપહરણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બાળકીના ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસે સોલા સિવિલ હોસ્પિટલની તપાસ કરતા સામે આવ્યુ  હતું કે  હોસ્પિટલના અંદરના સીસીટીવી બંધ હાલતમાં હતા.આ ઉપરાંત, સોલા સિવિલના પીએનસી વોર્ડની બહાર નો કેમેરો બંધ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. નોંધનીય છે કે, બોર્ડના ઈન્ચાર્જની હાજરી હોવા છતાં એક નવજાત બાળકીનું અપહરણ થઈ જતા સોલા સિવિલના અધિકારીઓની ગંભીર બેદરકારી છતી થઈ  હતી.

આ ઉપરાંત જે મહિલા બાળકીનું અપહરણ કરીને લઈ જઈ રહી છે તે સિવિલની બહાર ચાલતી જતી નજરે ચડે છે. જેથી પોલીસે સોશિયલ મીડીયાનો સહારો લીધો છે. સોલા પોલીસ મથકના 70 થી 80 પોલીસકર્મીઓ બાળકીને શોધવામાં લાગ્યા હતા તો બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની 3 ટીમો પણ બાળકીને શોધવામાં મહેનત કરી હતી.

આ  પણ વાંચો : નુસરત જહાંને બાળકના પિતા અંગે પુછવામાં આવ્યો સવાલ, તેનો જવાબ સાંભળીને બધા ચોંકી ગયા

આ  પણ વાંચો : Good news : SBIના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર ! ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો તુરંત જ કરો આ કામ, મળી જશે નવી નોટ

g clip-path="url(#clip0_868_265)">