AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બાયો ડાયવર્સીટી પાર્કના વિસ્તરણની કામગીરી અંતર્ગત વૃક્ષારોપણમાં 75,000 થી વધુ વૃક્ષો વવાશે

સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) માં મિયાવાકી પદ્ધતિ થી 75,000 થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે, તેમજ રિવરફ્રન્ટ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ પ્લોટની પેરી-ફેરી માં અને સેન્ટ્રલમાં 15,000 થી પણ વધારે મોટા વૃક્ષોનું વાવેતર આગામી સમયમાં કરવામાં આવશે.

Ahmedabad :   સાબરમતી   રિવરફ્રન્ટ બાયો ડાયવર્સીટી પાર્કના વિસ્તરણની કામગીરી અંતર્ગત વૃક્ષારોપણમાં 75,000 થી વધુ વૃક્ષો વવાશે
Ahmedabad : Plantation under expansion work of Sabarmati Riverfront Biodiversity Park
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 20, 2021 | 1:29 PM
Share

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ (Sabarmati Riverfront Project) અંતર્ગત બાયો ડાયવર્સીટી પાર્ક (Biodiversity Park) માં હયાત વિવિધ વૃક્ષો ઉપરાંત વધુ વૃક્ષો વાવીને બાયો ડાયવર્સીટી પાર્કના વિસ્તરણ માટે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતી જેના થકી બાયો ડાયવર્સીટીનો વિસ્તાર વધશે સાથે અમદાવાદ જેવા શહેરમાં અર્બન ફોરેસ્ટ તરીકે જાણીતા બાયો ડાયવર્સિટી પાર્કમાં વિવિધ પ્રકારના વૃક્ષોની સંખ્યા પણ વધશે.

170 પ્રજાતિના 45000 જેટલા વૃક્ષો રોપવામાં આવશે આ વૃક્ષારોપણ કાર્યક્રમ બાયોડાયવર્સીટી પાર્ક (Biodiversity Park) ખાતે યોજવામાં આવેલ, જેમાં આશરે 170 પ્રજાતિના 45000 જેટલા વૃક્ષો રોપવામાં આવશે. આ પાર્કમાં પુત્રજીવા, ટિમ્બારું, સિંદૂર, સિરિસ, ઉમરો, ચંદન, રક્તચંદન જેવા દુર્લભ તેમજ ફળાઉ જેવા 170 પ્રજાતિના ઝાડના છોડ રોપવામાં આવનાર છે, જેના થાકી વધુ પક્ષીઓ આકર્ષિત થશે અને બાયો ડાયવર્સીટી પાર્કની શોભા વધારશે. ફળાઉ વૃક્ષોના કારણે પક્ષીઓને પૂરતો ખોરાક તેમજ તેમને માળા બાંધવાની જગ્યા પણ મળી રહેશે.

 Ahmedabad : Plantation under expansion work of Sabarmati Riverfront Biodiversity Park

પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ બાયોડાયવર્સિટી પાર્ક (Biodiversity Park) ના વિસ્તરણ માટે વૃક્ષારોપણનો કાર્યક્રમના આયોજનમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પ્રદીપસિંહ જાડેજા- ગૃહ રાજ્ય મંત્રી, તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. બાયોડાયવર્સિટી પાર્ક અંર્ગત હાલનો કાર્યરત વિસ્તાર 2 હેક્ટર છે. તેમજ તેમાં રબર, રુદ્રાક્ષ, અરીઠા, કૈલાશપતિ, રક્તચંદન, સીસમ, ગ્રેપ વગેરે જેવી લુપ્ત થતી વનસ્પતિનું વાવેતર કરેલ છે. બાયો ડાયવર્સીટી પાર્કના વિસ્તરણનો કુલ વિસ્તાર 4.5 હેક્ટર છે. બાયો ડાયવર્સીટી પાર્કના વિસ્તાર બાદ કુલ વિસ્તાર 6.5 હેક્ટર થશે.

75,000 થી વધુ વૃક્ષોના વાવેતરનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) માં મિયાવાકી પદ્ધતિ થી 75,000 થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે, તેમજ રિવરફ્રન્ટ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ પ્લોટની પેરી-ફેરી માં અને સેન્ટ્રલમાં 15,000 થી પણ વધારે મોટા વૃક્ષોનું વાવેતર આગામી સમયમાં કરવામાં આવશે. આ વર્ષ દરમિયાન રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં કુલ 1,35,000 (એક લાખ પાંત્રીસ હજાર) વૃક્ષોના વાવેતરનું આયોજન કરેલ છે.

g clip-path="url(#clip0_868_265)">