AHMEDABAD : ઘાટલોડિયામાં ત્રિપદા સ્કૂલ પર વાલીઓનો હોબાળો, ગુજરાત બોર્ડના વર્ગો બંધ કરાતા નારાજગી

AHMEDABAD : ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ પર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ વખતે ફી મુદ્દે નહીં પરંતુ ગુજરાત બોર્ડના વર્ગો બંધ કરી લેવા મુદ્દે વાલીઓએ હંગામો કર્યો છે.

| Updated on: Mar 05, 2021 | 4:39 PM

AHMEDABAD : ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ પર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ વખતે ફી મુદ્દે નહીં પરંતુ ગુજરાત બોર્ડના વર્ગો બંધ કરી લેવા મુદ્દે વાલીઓએ હંગામો કર્યો છે. ત્રિપદા ઈંગ્લીશ સ્કૂલમાં CBSE અને ગુજરાત બોર્ડ બંનેના વર્ગો ચાલતા હતા. પરંતુ હવે એકાએક શાળાએ ગુજરાત બોર્ડના વર્ગ બંધ કરી નાખ્યા. સાથે જ વાલીઓને પત્ર લખીને કહ્યું કે, પોતાના સંતાનની એલસી લઈ જાઓ અથવા CBSEમાં ટ્રાન્સફર લઈ લો. શાળાની આ દાદાગીરી સામે વાલીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. બીજી તરફ શાળાએ CBSEના વર્ગોની ફી પણ વધારી દીધી છે. એટલે કે વાલીઓનો સીધો આક્ષેપ છે કે, કમાણી કરવાના હેતુસર શાળાએ આ પગલું લીધું છે.

જોકે સૌથી મહત્વની વાત છે કે, અગાઉ પણ કેટલીક જગ્યાએ આવી ઘટનાઓ સામે આવી હતી. જેમા શાળાઓ ગુજરાતી બોર્ડ અથવા ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરી દીધી હોય. ત્યારે પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે, શું કમાણી કરવાની હોડમાં શાળાઓ ગુજરાતી માધ્યમ અને ગુજરાતી બોર્ડનું શિક્ષણ બંધ કરી રહ્યા છે. શાળાઓની આવી મનમાની યથાવત રહી તો વાલીઓને ડર છે કે, કેટલાક વર્ષો બાદ તો કદાચ ગુજરાતી માધ્યમની શાળાઓ પણ જોવા નહીં મળે. તો ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા શિખશે કઈ રીતે ? તે એક સવાલ છે. માત્ર શાળાઓ જ નહીં પરંતુ વાલીઓમાં તોતિંગ ફી ચુકવીને પોતાના સંતાનોને CBSE બોર્ડમાં શિક્ષણ આપવાની હોડ લાગી હોય તેવું જોવા મળે છે.

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">