Ahmedabad: હવે તો છૂટકો જ નથી, આ દરેક પ્રાઈવેટ પ્રિમાઈસીસમાં પણ કોરોના વેક્સિન વગર નો એન્ટ્રી

|

Oct 05, 2021 | 8:55 PM

AMC ના આરોગ્ય વિભાગે મોટી જાહેરાત કરી છે. અને કહ્યું છે કે જે પણ વ્યક્તિએ બંને ડોઝ અથવા પહેલો ડોઝ લીધેલો હશે તેને જ આવા પ્રાઈવેટ સ્થાનો પર પ્રવેશ મળશે.

Ahmedabad: હવે તો છૂટકો જ નથી, આ દરેક પ્રાઈવેટ પ્રિમાઈસીસમાં પણ કોરોના વેક્સિન વગર નો એન્ટ્રી
Ahmedabad No entry without corona vaccine in all these private premises

Follow us on

અમદાવાદમાં હવે વેક્સિનને લઈને એક પગલું આગળ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી AMC ની કચેરીઓ તેમજ કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ જેવી કોર્પોરેશનની જગ્યાઓ, હોટલ, બસ AMTS, BRTS માં તો વેક્સિન વગર નો એન્ટ્રી હતી જ. હવે શોપિંગ મોલ, થિયેટરો, કલબ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો અને મોટી સોસાયટીઓમાં વેક્સિનેશન વગર પ્રવેશ મળશે નહી.

જી હા અહેવાલ અનુસાર AMC ના આરોગ્ય વિભાગે આ જાહેરાત કરી છે. અને કહ્યું છે કે જે પણ વ્યક્તિએ બંને ડોઝ અથવા પહેલો ડોઝ લીધેલો હશે તેને જ આવા સ્થાનો પર પ્રવેશ મળશે. આ ઉપરાંત જો બીજા ડોઝ લેવાની તારીખ પૂર્ણ થઈ ગઈ હોય અને વેક્સિન નહીં લીધી હોય તો પણ નો એન્ટ્રી રહેશે.

AMCનો 100% પ્રથમ ડોઝનો ટાર્ગેટ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અમદાવાદમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ વેક્સિન લે અને 100% વેક્સિનેશન ટાય તે માટે AMC આવા પ્રયોગ હાથ ધરી રહી છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 66,84,515 વેક્સિનના ડોઝ લાગ્યા. જેમા 44,79,779 લોકોએ પ્રથમ ડોઝ મળ્યો છે. બીજો ડોઝ 22,04,736 લોકોએ લીધો છે. શહેરમાં 97% નાગરિકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલો છે.

AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં સંપૂર્ણ વેક્સિનેશન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વિવિધ વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ પ્રિમાઈસીસમાં પણ હવે વેક્સિન વગર એન્ટ્રી નહીં આપવામાં આવે. જેમ કે, શોપિંગ મોલ, થિયેટરો, કલબ,કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો પર એન્ટ્રી માટે વેક્સિનની સર્ટીફીકેટ બતાવવું પડશે. જેમાં કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ અથવા બંને ડોઝ લીધેલા હોવા જરૂરી છે. તેમજ જો વેક્સિનના બીજા ડોઝની તારીખ જતી રહી હશે અને વેક્સિન નહીં લીધી હોય તો પણ પ્રવેશ આપવામાં નહીં આવે.

આ ઉપરાંત સોસાયટી તેમજ અન્ય મોટા કોમર્શીયલ એકમોમાં જ્યાં 00થી વધુ વેક્સિનના લાભાર્થીઓ હોય તો તેવા એકમોએ ઝોનલ ડે.હેલ્થ ઓફિસરની કચેરીએ જાણ કરવી પડશે. તેઓએ પત્રથી જાણ કરવાની રહેશે. જે બાદ આવા સ્થાનો પર કોર્પોરેશન વેક્સિન આપવાની કામગીરી કરશે.

 

આ પણ વાંચો: Corona: કોવિડથી રિકવર થયેલા સાવધાન: વધતા પ્રદૂષણને કારણે વધી શકે છે ફેફસાની સમસ્યાઓ

આ પણ વાંચો: GU-DRDO વચ્ચે MOU થયા : હવે ગુજરાત યુનિવર્સિટીમાં સાઇબર સિક્યુરિટી રિસર્ચ સેન્ટરની સ્થાપના થશે

Next Article