અમદાવાદમાં વિદ્યાર્થીઓને લાગી રહી છે સફેદ નશાની આદત, તમારા બાળકોની બેગમાં પણ છે આ પેન?

|

Nov 29, 2019 | 12:25 PM

વાઈટનરનો નશો વિદ્યાર્થીઓને ભરડામાં લઈ રહ્યો હોવાની આંચકારૂપ વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. અત્યાર સુધીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ આ નશાના બંધાણી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે પણ શહેરની વાઈટનરનું લિક્વિડ વેંચતી સ્ટેશનરીની દૂકાનો પર તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ સફેદ નશામાં વધુ કેટલાક લોકોની ધરપકડ થાય તો નવાઈ નહીં. આ પણ […]

અમદાવાદમાં વિદ્યાર્થીઓને લાગી રહી છે સફેદ નશાની આદત, તમારા બાળકોની બેગમાં પણ છે આ પેન?

Follow us on

વાઈટનરનો નશો વિદ્યાર્થીઓને ભરડામાં લઈ રહ્યો હોવાની આંચકારૂપ વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. અત્યાર સુધીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ આ નશાના બંધાણી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે પણ શહેરની વાઈટનરનું લિક્વિડ વેંચતી સ્ટેશનરીની દૂકાનો પર તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ સફેદ નશામાં વધુ કેટલાક લોકોની ધરપકડ થાય તો નવાઈ નહીં.

આ પણ વાંચોઃ નોકરી છૂટી ગઈ છે? No Tension! સરકાર આપશે પગાર! જુઓ VIDEO

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જો તમારા સંતાનની સ્કૂલ બેગમાં આવી પેન હોય તો ચેતી જજો. તપાસ કરજો તેને વાઈટનર સુંઘવાના નશાની આદત છે કે નહીં. કારણ આ નશો બહુ સસ્તી કિંમતમાં વેચાઈ રહ્યો છે. શહેરની લગભગ તમામ સ્ટેશનરીની પર આ નશો સરળતાથી મળી રહે છે. બાપુનગર પોલીસે ત્રણેક દિવસ પહેલા પકડેલા આવા એક ષડયંત્રનું તપાસમાં ખુલાસો થયો છે કે, સંખ્યાબંધ બાળકો આ નશાની લતમાં આવી ગયા છે.

મનોચિકિત્સક ડૉ.હંસલ ભચેચ કહે છે કે, 18 વર્ષથી નીચે સગીરવયમાં આ નશાના ચિન્હો જોવા મળી રહ્યા છે. જેની અતિશય આદત બાળકનું મૃત્યુ પણ લાવી શકે છે. આ નશાથી બાળકને ઓચિંતી ખેંચ આવે છે. તે કોમામાં જઈ શકે છે અને ધબકારા વધી જાય તો મૃત્યુ પણ થઈ શકે છે. અને મહિનામાં બે પરિવાર તેમના સંતાનની આવા નશાથી છૂટકારો અપાવવા મનોચિકિત્સકની મદદ લઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસ તપાસમાં કેટલાક ખુલાસા થયા છે. આ ઉપરાંત નારોલની જ કોરેસ નામની કંપની જે વાઈટનર અને તેની રિફિલ પેન પણ સાથે વેચી રહી છે. તે ગેરકાયદે હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસની તપાસમાં એવી પણ હકિકત સામે આવી છે કે, પ્રતિબંધ હોવા છતાં બન્ને પેન સાથે બોક્સમાં વેચાતી અને દુકાનદારો તેને અલગ કરીને માત્ર નશો કરનારા વિદ્યાર્થીઓને જ 50ની પેનના નામે વેચતા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નશાના આ નવા કારોબારમાં આગામી દિવસોમાં વધુ કેટલાક લોકોની ધરપકડ થઈ શકે છે. હાલ તો બાપુનગર પોલીસ એકલી જ આ ષડયંત્રની તપાસ કરી રહી છે. પરંતુ શહેરભરની પોલીસ આ મુદ્દે તપાસ કરે તો, શહેરનું ભવિષ્ય નશાના કારોબારમાં જતું બચાવી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article