અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છતાં પણ પ્રિમોન્સુનની કામગીરી ત્યાંની ત્યાં જ, જુઓ VIDEO
અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલી પ્રિ-મોન્સૂન કામગીરી વરસાદના આગમન બાદ પણ અધૂરી છે. 2 મહિના અગાઉ શરૂ થયેલું કામ ગોકળ ગતિને કારણે હજુ પણ પૂર્ણ થયું નથી. અમદાવાદના વટવા, દાણીલિમડા, નરોડા અને ધરણીધર વિસ્તારમાં ઠેર-ઠેર તંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીના નામે મસમોટા ખાડા ખોદી કાઢ્યા છે. Web Stories View more Stale Roti Benefits : સવારના નાસ્તામાં […]

અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલી પ્રિ-મોન્સૂન કામગીરી વરસાદના આગમન બાદ પણ અધૂરી છે. 2 મહિના અગાઉ શરૂ થયેલું કામ ગોકળ ગતિને કારણે હજુ પણ પૂર્ણ થયું નથી. અમદાવાદના વટવા, દાણીલિમડા, નરોડા અને ધરણીધર વિસ્તારમાં ઠેર-ઠેર તંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીના નામે મસમોટા ખાડા ખોદી કાઢ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ધરણીધર વિસ્તારમાં 2 મહિના કરતા પણ વધુ સમયથી એક તરફનો રસ્તો બંધ કરી ટ્રાફિક ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. જેના પગલે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. અહીં નજીકમાં આવેલું એક AMTSનું બસ સ્ટેન્ડ લાંબા સમયથી બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી રોજ નોકરી-ધંધામાં જતા-આવતા લોકો દોડીને બસ પકડવા માટે મજબૂર બન્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગટર, રસ્તા, પાણીના કામકાજ માટે ઠેર-ઠેર ખાડા ખોદી દીધા છે. આ અધૂરા અને ખુલ્લા ગટરના ઢાંકણાને પગલે ચોમાસામાં વરસાદી પાણી ભરાશે તો જાનહાનિ થવાની પણ શક્યતા રહેલી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]