Ahmedabad : જગદીશ ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યું, કાર્યકરોએ કેક કાપી ઉજવણી કરી

Ahmedabad : જગદીશ ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યું, કાર્યકરોએ કેક કાપી ઉજવણી કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 5:31 PM

અમદાવાદ સ્થિત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય ખાતે જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યા છે. આ નિમિતે કોંગ્રેસના કાર્યકરોએ કેક કાપી ઉજવણી કરી હતી.

આજે ગુજરાત કૉંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. અમદાવાદ સ્થિત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય ખાતે જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યા છે. આ નિમિતે કોંગ્રેસના કાર્યકરોએ કેક કાપી ઉજવણી કરી હતી. આજે કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર પદગ્રહણ કર્યા છે. તેમણે ડૉ.ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ નિમિતે પાલડી સ્થિત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય બહાર સ્ટેજ ગોઠવાયું હતું. અને, આ નિમિતે રાજ્યમાંથી મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા.

લાંબી મથામણ બાદ કોંગ્રેસ (Congress) હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રસનું સુકાન ઓબીસી નેતા જગદીશ ઠાકોરને (Jagadish Thakot) સોંપ્યું છે. ત્યારે આજે એટલે કે 6 ડિસેમ્બરે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સીનિયર નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં પદગ્રહણ કર્યું છે. જગદીશ ઠાકોર પ્રમુખ તરીકે પદભાર સંભાળી લીધો છે. પદગ્રહણ પહેલા રિવરફ્રન્ટથી રોડ-શોનું આયોજન કરાયું હતું.

આ રોડ-શોમાં તેમની સાથે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. બીજી તરફ વિપક્ષ નેતા સુખરામ રાઠવા પણ પદભાર સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ પ્રદેશ સમિતિ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. મહત્વનું છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે કોની નિયુક્તિ કરવી એ મુદ્દે ઘણાં લાંબા સમયથી કવાયત મંડાઇ હતી. લાંબી ચર્ચા બાદ હાઈકમાન્ડ દ્વારા જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : અનુપમાનો અનોખો અંદાજ ! સારા અલી ખાનના સોંગ ‘Chaka Chak’પર રુપાલી ગાંગુલીએ માર્યા ઠુમકા, જુઓ VIDEO

g clip-path="url(#clip0_868_265)">