અનુપમાનો અનોખો અંદાજ ! સારા અલી ખાનના સોંગ ‘Chaka Chak’પર રુપાલી ગાંગુલીએ માર્યા ઠુમકા, જુઓ VIDEO

આ દિવસોમાં રૂપાલી ગાંગુલીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અનુપમાનો આ અનોખો અંદાજ જોઈને તમે પણ દગ રહી જશો.

અનુપમાનો અનોખો અંદાજ ! સારા અલી ખાનના સોંગ 'Chaka Chak'પર રુપાલી ગાંગુલીએ માર્યા ઠુમકા, જુઓ VIDEO
Rupali Ganguly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 5:11 PM

Viral Video : અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ એક્ટિવ જોવા મળે છે. એક્ટ્રેસનો અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. રૂપાલી(Rupali Ganguly) હાલમાં સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’માં મુખ્ય પાત્ર ભજવી રહી છે, જેમાં તેના રોલની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

અનુપમાએ આ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તેમના ફેન્સ માટે અનુપમા (Anupamaa)અવારનવાર કેટલાક ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે. આજકાલ તેનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રૂપાલી ગાંગુલી સારા અલી ખાનના (Sara Ali kHan) ટ્રેન્ડિંગ ગીત ‘ચકા ચક’ પર ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સાથે તેના લુકની વાત કરીએ તો તેણે સુંદર ગુલાબી રંગનો લહેંગા પહેર્યો છે.

જુઓ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by Rups (@rupaliganguly)

ડાન્સ વીડિયો થયો વાયરલ

રૂપાલી ગાંગુલીએ તેનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો સાથે તેણે કેપ્શનમાં (Caption) લખ્યુ ‘મેરે ભાઈકા સોંગ, ડાન્સ તો બનાતા ​​હૈ…. ફેન્સ તેના આ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, ‘So beautiful sweet sweet’,જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ એકટ્રેસની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલીએ વર્ષ 2000માં ટીવી સીરિયલ ‘સુકન્યા’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘કહાની ઘર-ઘર કી’, ‘સંજીવની’ જેવી ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે. હાલમાં તે ‘અનુપમા’માં લીડ રોલમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો  : Vicky-Katrina Wedding : લગ્નની તૈયારીને આખરી ઓપ અપાયો, ખાસ દિવસ પર આ રંગની શેરવાનીમાં જોવા મળશે અભિનેતા

આ પણ વાંચો  : Money Laundering Case : આ બોલિવૂડ અભિનેત્રીની વધી મુશ્કેલી ! ED એ સુકેશ ચંદ્રશેખર સહિત બે અભિનેત્રીઓ સામે દાખલ કરી ચાર્જશીટ

g clip-path="url(#clip0_868_265)">