અમદાવાદમાં 20 દિવસમાં કોરોનાના 178 કેસ, કોર્પોરેશને ત્રીજી લહેરને રોકવા કવાયત હાથ ધરી

|

Nov 21, 2021 | 5:55 PM

અમદાવાદ મહાનગરપાલિકા બીજો ડોઝ લેનારા લોકો માટે ડોર ટુ ડોર વેકસીનેશનની શરૂઆત કરી છે. તેમજ રજીસ્ટટ કરેલા લોકોને આરોગ્ય વર્કર દ્વારા ઘરે જ વેક્સિન આપવામાં આવી રહી છે.

અમદાવાદમાં 20 દિવસમાં કોરોનાના 178 કેસ, કોર્પોરેશને ત્રીજી લહેરને રોકવા કવાયત હાથ ધરી
Ahmedabad Vaccination (File Photo)

Follow us on

અમદાવાદ (Ahmedabad)  મહાનગરપાલિકાએ કોરોનાની (Corona) ત્રીજી લહેરને(Third Wave)  રોકવા માટે કવાયત હાથ ધરી છે. જેમાં શહેરમાં 20 દિવસમાં કોરોનાના 178 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદ શહેરના પ્રથમ ડોઝના કોરોના વેકસીનેશનનો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ થઇ ચૂકયો છે. જયારે બે ડોઝ લીધેલા લોકોની સંખ્યા 55 ટકા જ છે.

ડોર ટુ ડોર વેકસીનેશનની શરૂઆત

જેના પગલે મહાનગરપાલિકા બીજો ડોઝ લેનારા લોકો માટે ડોર ટુ ડોર વેકસીનેશનની શરૂઆત કરી છે. તેમજ રજીસ્ટટ કરેલા લોકોને આરોગ્ય વર્કર દ્વારા ઘરે જ વેક્સિન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોવિન એપ રજીસ્ટર મોબાઈલ નંબર પરથી બીજો ડોઝ બાકી હોય તેવા લોકોનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

લોકોને રસીનો બીજો ડોઝ લેવાનો બાકી

બીજી લહેરમાં કોરોના જેટલો ઘાતક હતો તેની સરખામણીએ હાલના સંજોગોમાં તેનું જોર ઘટ્યું છે. અમદાવાદમાં હજુ 9.30 લાખ લોકોને રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમજ રસીમાં કોઈ બાકી ન રહી જાય તે માટે મ્યુનિસિપલની આરોગ્યની ટીમ ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાની ઝૂંબેશ ચલાવી રહી છે.

જ્યારે ક્રિટિકલ કેર એક્સપર્ટ તબીબના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં બીજી લહેર પછી જે રીતે રસીકરણનું અભિયાન પૂરજોશમાં ચાલ્યું તેના કારણે એવું સાબિત થયું છે કે વેક્સિન લીધેલા કોરોના દર્દીઓને ગંભીર કોરોનાની ગંભીર અસરો નથી થઈ સાથે જ અત્યાર સુધીના કેસમાં ઓક્સિજન લેવો પડે તેવી શક્યતાઓ ઉભી નથી થઈ.

કોરોના વેક્સિન  સર્ટિફિકેટ વિના પ્રવેશ બંધ

આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા 100 ટકા લોકો કોરોના વેક્સિનનો બીજો ડોઝ લે માટે અલગ અલગ પ્રકારના પ્રતિબંધો પણ મુકવામાં આવ્યા છે. જેમાં બીઆરટીએસ, એએમસી ઓફિસ, સિટી સિવિક સેન્ટર, બગીચા સહિતના મહાનગરપાલિકાની સત્તામાં આવેલા સ્થળો પર કોરોના વેક્સિન  સર્ટિફિકેટ વિના પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાએ કોરોનાના કેસોમાં વધારો ના થાય તે માટે પણ કોર્પોરેશનના હેલ્થ સેન્ટર પર દવા લેવા આવતા દર્દીઓનો કોરોના ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેના પગલે કોરોનાની વહેલી ઓળખ થઇ શકે અને તેનો ફેલાવો પણ અટકી શકે.

આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી પહેલ, સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતોને મળશે 10 ટકા સબસીડી

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં સોમવાર 22 નવેમ્બરથી શરૂ થશે ધોરણ-1 થી 5ના ઓફલાઈન વર્ગો

Published On - 5:29 pm, Sun, 21 November 21

Next Article