ગુજરાત સરકારની મોટી પહેલ, સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતોને મળશે 10 ટકા સબસીડી

સરકારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે પ્રેરિત કરવાનો છે, જેથી તેઓ તેનો ઉપયોગ એવા સમયે કૃષિ આવક વધારવા માટે કરી શકે જ્યારે કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ સેવાનું ચલણ વધી રહ્યું છે.

ગુજરાત સરકારની મોટી પહેલ, સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતોને મળશે 10 ટકા સબસીડી
Gujarat government will give 10 percent subsidy to farmers for buying smartphones
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 4:07 PM

GANDHINAGAR : એક તરફ કેન્દ્રની મોદી સરકારે કૃષિ કાયદા નાબૂદ કરવાનો નિર્ણય લઈને ખેડૂતોની નારાજગી દૂર કરી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં સરકાર સ્માર્ટફોન ખરીદવા માટે સબસીડી આપી રહી છે. ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સબસીડીના રૂપે 1,500 રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ માહિતી આપવામાં આવી છે.

સરકારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે પ્રેરિત કરવાનો છે, જેથી તેઓ તેનો ઉપયોગ એવા સમયે કૃષિ આવક વધારવા માટે કરી શકે જ્યારે કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ સેવાનું ચલણ વધી રહ્યું છે.

ખેડૂતોને હવામાન, વરસાદ, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી સમયસર મળી રહે તેમજ કૃષિક્ષેત્રે ઉપયોગી માહિતી જેવી કે પ્રકાશનો, નવીનતમ પદ્ધતિ રોગ- જીવાત નિયંત્રણની ટેકનોલોજી , યોજનાઓની માહિતી , સહાય માટે ઓનલાઈન અરજી, ફોટોગ્રાફસ, ઈ – મેઈલ, જીપીએસ સિસ્ટમનો ઉપયોગ ખેડૂતો કરી શકે તે ઉદ્દેશ્યથી આ યોજના લોન્ચ કરાઈ છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા કરાયેલ સરકારી ઠરાવ (GR) માં જણાવાયું છે કે ગુજરાતમાં જમીન ધરાવતો કોઈપણ ખેડૂત સ્માર્ટફોનની કુલ કિંમતના 10 ટકા (1,500 થી વધુ નહીં)ની સહાય મેળવી શકશે. આ માટે ખેડૂતોએ I-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

કેવી રીતે કરવી અરજી? જે ખેડૂતને સ્માર્ટફોન ખરીદવો હશે તેમણે I-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે, જેની સરકારીરાહે ચકાસણી બાદ વહેલા તે પહેલાના ધોરણે એક લાખ લાભાર્થીઓના પ્રો-રેટામાં ખેડૂતોની પસંદગી થશે. પસંદ થયેલા લાભાર્થી ખેડૂતને આ રીતે પૂર્વ મંજૂરીના આદેશના 15 દિવસમાં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે. જેનું GST નંબર ધરાવતુ અસલ બીલ , મોબાઈલનો IMEI નંબર , 8/ અની નકલ, રદ્દ કરેલો ચેક અને આધારકાર્ડની નકલ ગ્રામ સેવક કે વિસ્તરણ અધિકારી કે પછી તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાની રહેશે. ફોનની કિંમતના 10 ટકા સુધી સબસિડી સીધી બેંક એકાઉન્ટમાં જમા થશે.

આ પણ વાંચો : SURAT : 20 મહિના બાદ ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ થવાની જાહેરાતથી વાલીઓમાં આનંદ

આ પણ વાંચો : ધર્માંતરણના વિવાદમાં મોટા ખુલાસા : 1 કરોડમાં ઘર વેચી હિંદુઓને ચાલ્યા જવા લાલચ અપાઈ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">