Ahmedabad : કોરોનાકાળ દરમિયાન સમાજસેવી ઉત્કૃષ્ઠ મહિલાઓનું સન્માન

|

Sep 27, 2021 | 4:20 PM

નારીત્વ કાર્યક્રમમાં એ એવી અભિમન્યુ ગોસ્વામી, અમદાવાદની ભૂતપૂર્વ પ્રથમ મહિલા મેયર ભાવનાબેન દવે તથા શ્રેષ્ઠ વક્તા વિશાખા શાહ જેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને જનહિતની વાત કરી, અને વિવિધ કોર્પોરેટ સંસ્થાઓએ તેમેના કોરોનાના પડકાર સામે લડતના અનુભવોની ચર્ચા કરી.

Ahmedabad : કોરોનાકાળ દરમિયાન સમાજસેવી ઉત્કૃષ્ઠ મહિલાઓનું સન્માન
Ahmedabad: Honoring socially outstanding women during the Corona period

Follow us on

14 એવી સમાજસેવી મહિલાઓ કે જેમણે કોરોનાના કપરાકાળરૂપી પડકાર સામે અડીખમ ઉભા રહી સમાજના ઉત્થાન માટે કાર્ય કર્યું છે તેમના સન્માન માટેના નારીત્વ 2021 સમારોહ યોજાયો. જેવી રીતે આપણે સૌ જાણીયે છીએ છેલ્લે દોઢેક વર્ષથી આપણે એક અણધારી કોરોના જેવી આપત્તીમાંથી પસાર થઇ રહ્યા છીએ, જેની સામે ટકી રહેવા આપણી પાસે માત્ર બે વિકલ્પ હતા.

કા તો કોરોનાથી બચવા તેનાથી ડરીને ઘરમાં બેસી રહેવું કા તો પછી વેક્સિનેશન લઈને સુરક્ષિત થયા બાદ જોડાવવું, અને લોકોને કોરોના સામે સામાજિક, શારીરિક અને માનસિક રીતે સહાય કરવી. આવી જ રોટ સેવા પૂરી પાડતી મહિલાઓનું સન્માન થાય. અને, તેમાંથી અન્ય લોકો પ્રેરણા લઈ શકે માટે એક સંસ્થા દ્વારા નારીત્વ કાર્યક્રમ યોજી વિવિધ ક્ષેત્રે સંકળાયેલ 13 મહિલાઓની પસંદગી કરી તેમનું સન્માન કરવામાં આવ્યું.

નારીત્વ એટલે “ME & SHE” AGIL, Kinetiq, Vedin અને Shishu Ranjan & Freedom જેવી સંસ્થાઓની સહિયારા પ્રયાસ પછી ઉભું થયેલું એક એવું મંચ જે આવી સમાજસેવી મહિલાઓને ઓળખી તેમના સન્માન કરવાનું શ્રેષ્ઠ કાર્ય કરે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નારીત્વ કાર્યક્રમમાં એ એવી અભિમન્યુ ગોસ્વામી, અમદાવાદની ભૂતપૂર્વ પ્રથમ મહિલા મેયર ભાવનાબેન દવે તથા શ્રેષ્ઠ વક્તા વિશાખા શાહ જેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને જનહિતની વાત કરી, અને વિવિધ કોર્પોરેટ સંસ્થાઓએ તેમેના કોરોનાના પડકાર સામે લડતના અનુભવોની ચર્ચા કરી.

કાર્યક્રમના પ્રણેતા પરેશ દવે અને કાર્યક્રમના મુખ્ય સંચાલક સૂભોજિત સેનની હાજરીમાં 13 મહિલાઓનું સન્માન કે જેમણે Create, Connect, Communicate, Contribute and Care જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કર્યું છે જેમના અમુક મહાનુભાવો જેવા કે દીક્ષા પંડિત, દિમિષા પીટોલાવાલા, ચરણપ્રીત પાઠક, હેતલ અમીન, મોનાલી મહેતા, ભૂમિકા મોદી, અમિત ભટનાગર, વેદીનના મેનેજિંગ ડિરેક્ટર પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા.

શહેરના પ્રખ્યાત ૧૨૫ શ્રેષ્ઠીઓની હાજરીમાં આ કાર્યક્રમ ૨૫ સપ્ટેમ્બરના રોજ હોટેલ નોવોટેલ ખાતે યોજાયો હતો જેમાં 13 મહિલાઓનો સન્માન કરવામાં આવ્યું હતું. જે 13 મહિલાઓએ ગર્વ અનુભવ્યો. સાથે જ આ સમયમાં તેઓને કઈ શીખવા મળ્યું તેમજ તેમના માંથી કોઈએ કંઈક શીખ્યું અને તેમના સન્માન થી અન્ય લોકો પ્રેરણા લઈને આવી જ રીતે આગળ વધે તેવી આશા વ્યક્ત કરી. લોકોને પણ લોકોની મદદ કરવા આગળ વધવા સંદેશ આપ્યો હતો.

Next Article