Ahmedabad: ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદનાં 7 LIG ફલેટ્સને રિડેવલપમેન્ટ માટે નોટિસ આપી

|

Jul 05, 2021 | 6:13 PM

LIG કેટેગરીમાં આવતા હાઉસિંગ બોર્ડના(Housing Board)  સેંકડો મકાનો જર્જરિત અવસ્થામાં છે. ત્યારે જર્જરિત મકાનોના રિડેવલપમેન્ટ માટે હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

Ahmedabad: ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદનાં 7 LIG ફલેટ્સને રિડેવલપમેન્ટ માટે નોટિસ આપી
ગુજરાત હાઉસિંગ બોર્ડ

Follow us on

Ahmedabad: ગુજરાત હાઉસિંગ બોર્ડ(Gujarat Housing Board) દ્વારા આ નોટિસ દર વર્ષે આપવામાં આવે છે, ત્યારે હાલ 7 એલ.આઈ.જી. (Low Income Group) મકાનોને રિડેવલપમેન્ટ માટે નોટિસ આપવામાં આવી છે. જો કે હજી સુધી મકાનમાલિકોને અલગથી નોટિસ આપવામાં આવી નથી.

LIG કેટેગરીમાં આવતા હાઉસિંગ બોર્ડના(Housing Board)  સેંકડો મકાનો જર્જરિત અવસ્થામાં છે. શહેરના એલ.આઈ.જી. મકાનોની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે મકાન માલિકો પણ ઈચ્છી રહ્યા છે કે, વહેલી તકે રિડેવલપમેન્ટ કરવામાં આવે. ઉપરાંત સ્થાનિકોના મતે એકતા ફ્લેટસ જે રીતે બનાવવામાં આવ્યા છે એ જ રીતે હાઉસિંગ બોર્ડના મકાનો બનાવવામાં આવે તો જર્જિત મકાનોને કારણે થતી દુર્ઘટના ટાળી શકાશે.

હાઉસિંગ બોર્ડના સેંકડો મકાનો જર્જરિત અવસ્થામાં હોવાથી, સ્થાનિકોની માગ છે કે બિલ્ડર અને કોન્ટ્રાકટર(Contractor)  દ્વારા નવા મકાનો તૈયાર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, હાલ હાઉસિંગ બોર્ડના 60 ટકા લોકો રિડેવલપમેન્ટ (Redevelopment) તૈયાર છે પરંતુ અમુક લોકોના દસ્તાવેજ ન થતા કામગીરી અટકી ગઈ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ત્યારે બીજી તરફ, ગુજરાત હાઉસિંગ બોર્ડના એસોસિયેશન (Association) પ્રમુખનું કહેવું છે કે, “કેટલાક મકાન માલિકોની દસ્તાવેજ કરવાની સ્થિતિ નથી. જેથી, સરકાર એમને કોઈ રાહત આપે જેથી તે લોકો દસ્તાવેજ કરાવી શકે.”

આ અગાઉ 2 વર્ષ પહેલા પણ હાઉસિંગ બોર્ડના મકાનોની સ્થિતિનો સર્વે (Survey) કરવામાં આવ્યો હતો. પરંતુ 2 વર્ષથી દસ્તાવેજોના અભાવે આ જર્જરિત મકાનોનું રિડેવલપમેન્ટનનું કામ થઈ શક્યું નથી.

મહત્વપૂર્ણ છે કે,જર્જરિત મકાનોના કારણે અનેકવાર દુર્ઘટનાઓ સામે આવી છે, પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે હાલ સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી સમયમાં નોટિસ(Notice)  આપ્યા બાદ પણ  જર્જરિત મકાનોની કામગીરી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.

Next Article