Ahmedabad: ધન્વંતરિ હોસ્પિટલના દર્દીઓ માટે ખુશખબર, ટેલી મેડિસનથી સારવાર શરૂ

ગુજરાતમાં કોરોના સામેનો જંગ જારી છે. એક તરફ ઘણા દિવસો બાદ રાજ્યમાં કોરોનાના નવા 11 હજારથી નીચે કેસ નોંધાયા છે તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 12, 2021 | 12:52 PM

Ahmedabad : ગુજરાતમાં કોરોના સામેનો જંગ જારી છે. એક તરફ ઘણા દિવસો બાદ રાજ્યમાં કોરોનાના નવા 11 હજારથી નીચે કેસ નોંધાયા છે તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે ધન્વન્તરીના દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવી છે ટેલી મેડીસીન.

આ દરમિયાન ક્રિટિકલ દર્દીઓનું લિસ્ટ બનાવવામાં આવે છે. ટેલિમેડીસીન માટે ગુજરાતમાં 15 નિષ્ણાતોની ટીમ બનાવામાં આવી છે. દરરોજ નિષ્ણાતો વીડિયો કોલિંગ મારફતે દર્દીઓ માટે સેશન કરવામાં આવે છે. પરનેમોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ સહિત 15 ડોકટર ધન્વન્તરી હોસ્પિટલના મેડિકલ ટીમ સિવાય અલગથી દર્દીઓની મેડિકલ સ્થિતિ પર નજર રાખે છે.

હોસ્પિટલમાં દાવો કરવામાં આવે છે કે આ ટેકનીકના કારણે દર્દીઓની રિકવરી ઝડપી બની છે. હાલમાં DRDO હોસ્પિટલ પ્રથમ છે એ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આગામી દિવસમાં અનેક હોસ્પિટલ પણ આ પ્રયોગ કરી શકે છે.

રાજ્યમાં સતત સાતમા દિવસે નવા કેસ કરતા રિકવર થઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં વધુ રેકોર્ડબ્રેક 15,198 દર્દીઓ સાજા થયા છે.જેની સામે નવા 10,990 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 118 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 8629 પર પહોંચ્યો છે. તો રાજ્યમાં કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 5 લાખ 63 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં હજુ પણ 1 લાખ 31 હજાર 832 એક્ટિવ કેસ છે. જેમાંથી 798 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. જો કે રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 80.04 ટકા પર પહોંચ્યો છે.

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">