અમદાવાદમાં ફાયર અને ઇમરજન્સી સર્વિસે બે દિવસમાં ફાયર સેફટી મુદ્દે 500થી વધુ એકમને નોટિસ ફટકારી.

|

Jun 17, 2021 | 7:54 PM

અમદાવાદ(Ahmedabad)શહેરમાં ફાયર સેફટી(Fire Safety)મામલે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જેના પગલે હવે એએમસી એ પણ કડકાઈ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જે એકમો પાસે NOC એટલે કે ફાયર સેફરી સર્ટિફિકેટ નથી તેવા એકમો સામે કાર્યવાહી શરૂ કરી છે

અમદાવાદમાં ફાયર અને ઇમરજન્સી સર્વિસે બે દિવસમાં ફાયર સેફટી મુદ્દે  500થી વધુ એકમને નોટિસ ફટકારી.
અમદાવાદમાં ફાયર અને ઇમરજન્સી સર્વિસે બે દિવસમાં 500થી વધુ એકમને નોટિસ ફટકારી.

Follow us on

અમદાવાદ(Ahmedabad)શહેરમાં ફાયર સેફટી(Fire Safety)મામલે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જેના પગલે હવે એએમસીએ પણ કડકાઈ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જે એકમો પાસે NOC એટલે કે ફાયર સેફરી સર્ટિફિકેટ નથી તેવા એકમો સામે કાર્યવાહી શરૂ કરી છે.  જેમાં છેલ્લા બે દિવસમાં 500 કરતા વધુ એકમોને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેમાં સ્કૂલ, હોસ્પિટલ અને હાઇરાઈઝ બિલ્ડીંગનો સમાવેશ થાય છે.

પ્રથમ  ફેઝમાં  શાળાઓ, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગ સામે કાર્યવાહી

જો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી જોઈએ તો પ્રથમ  ફેઝમાં વિવિધ શાળાઓ, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે બીજા ફેઝમાં ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

બે દિવસમાં 500થી વધુ એકમોને નોટિસ

અમદાવાદ(Ahmedabad)શહેરમાં ફાયર સેફટી(Fire Safety)સર્ટિફિકેટ ન ધરાવતી બિલ્ડિંગો ને ફાયર સેફ્ટી (Fire Safety)એક્ટ હેઠળ નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બે દિવસમાં 500થી વધુ એકમોને નોટિસ અપાઈ. જેમાં ગત રોજ 194 સ્કૂલ. 27 હોસ્પિટલ અને 25 હાઇરાઈઝ બિલ્ડીંગ સાથે કુલ 246 ને નોટિસ અપાઈ. જ્યારે બે દિવસમાં 234 શાળા. 105 હોસ્પિટલ અને 126 હાઇરાઈઝ બિલ્ડીંગ મળી કુલ 465 ને નોટિસ અપાઈ છે. જે 465 માંથી 15 જૂને 40 શાળા, 78 હોસ્પિટલ અને 101 કોમર્શિયલ બિલ્ડીંગ સહિત કુલ 219 ને નોટિસ અપાઈ હતી

એકમ ધારક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સહિતની કાર્યવાહી

નોટિસ આપ્યાના નિશ્ચિત સમયમાં નોટિસ મેળવનારે જરૂરી પ્રક્રિયા કરવાની રહેશે. જરૂરી પ્રક્રિયા નહિ કરાય તો એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે આ પૂર્વે એક વાર નોટિસ આપી 15 દિવસમાં કાર્યવાહી કરવા છૂટછાટ અપાશે. બાદમાં બીજી નોટિસ આપી 15 દિવસની છૂટછાટ અપાશે. અને બે વાર નોટિસ મળ્યા બાદ પણ કાર્યવાહી નહિ થાય તો એકમ ધારક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સહિતની કાર્યવાહી કરાશે.

6 હજાર એકમોનું લિસ્ટ બનાવી કાર્યવાહી શરૂ

અમદાવાદ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આવા 6 હજાર એકમોનું લિસ્ટ બનાવી કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં 500 એકમોને નોટિસ આપી દીધી છે. તો બીજા ફેઝમાં ઔદ્યોગિક એકમોને નોટિસ આપવાની છે. જેમાં 14 હજાર ઉપર જેટલા ઔદ્યોગિક એકમો છે જેમાંથી નક્કી કરેલ એકમોને નોટિસ આપવાની કાર્યવાહી કરાશે.

આમ હવે જેમની પાસે ફાયર સેફટી સર્ટિફિકેટ નથી તે તમામ લોકોએ જરૂરી પ્રક્રિયા પુરી કરી ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે અને જો તેમ નહિ થાય તો તેવા લોકોએ પોલીસ કાર્યવાહીમાંથી પણ પસાર થવા તૈયાર રહેવું પડશે

Published On - 7:52 pm, Thu, 17 June 21

Next Article