AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ડાયમંડ એસોસિએશનની અનોખી પહેલ, કોરોનામાં મૃત્યુ પામેલા સભાસદોના પરિવારને કરી આર્થિક મદદ

ચાલુ વર્ષ  દરમિયાન અમદાવાદ ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા જે સભાસદોએ (Members) કોરોનાનાં કારણે મુત્યુ થયું હોય, તેવા સભાસદોના વારસદારને 80 હજાર રૂપિયાની આર્થિક મદદ કરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે.

Ahmedabad : ડાયમંડ એસોસિએશનની અનોખી પહેલ, કોરોનામાં મૃત્યુ પામેલા સભાસદોના પરિવારને કરી આર્થિક મદદ
અમદાવાદ ડાયમંડ એસોસિયેશનની અનોખી પહેલ
Pratik jadav
| Edited By: | Updated on: Jul 06, 2021 | 1:15 PM
Share

કોરોનાકાળમાં અનેક પરિવારજનોએ તેમના મોભી ગુમાવ્યા છે, જેને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આ પરિવારજનોને આર્થિક મદદ કરવા માટે ડાયમંડ એસોસિએશન (Dimond Association) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ચાલુ વર્ષ  દરમિયાન અમદાવાદ ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા જે સભાસદોએ(Members) કોરોનાનાં કારણે મુત્યુ થયું હોય, તેવા સભાસદોના વારસદારને 80 હજાર રૂપિયાની આર્થિક મદદ કરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. સામાન્ય રીતે,દરવર્ષે અમદાવાદ ડાયમંડ એસોસિએશન દ્વારા મૃત્યુ પામેલા તેમના સભાસદોને શ્રદ્ધાંજલિ(Tribute) પાઠવીને આર્થિક મદદ પણ કરવામાં આવે છે. જેથી મૃત્યુ પામેલા સભાસદોના પરિવારજનોને મદદ મળી શકે.

આ વર્ષ, અમદાવાદ ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા 22 સભાસદોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો (Death) હતો. ત્યારે તેમના વારસદારને પૂર્વ ધારાસભ્ય તેમજ અમદાવાદ ડાયમંડ એસોસિએશનના સ્થાપક તેમજ એસોસિએશનના હોદ્દેદારો (Association Members) દ્વારા 80 હજાર રૂપિયાનો ચેક(Cheque) એનાયત કરીને આર્થિક મદદ કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, અમદાવાદ ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા હોદ્દેદારો તેમજ કારોબારી સભ્ય દ્વારા મુત્યુ પામેલા સભાસદોને મદદ કરવા માટે દર વર્ષે ફંડ (Fund) એકઠું કરવામાં આવે છે. ઉપરાંત જે ફંડ એકઠું થાય તેના સરખા ભાગ પાડીને તેનું વિતરણ કરવામાં આવતું હોય છે. જો કે ચાલુ વર્ષે અમદાવાદ ડાયમંડ એસોસિએશન દ્વારા 17.60 લાખ રૂપિયાનું ફંડ એકઠું કરાયું હતું જેને 22 સભાસદોના વારસદારને (Heir)વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી જે સભાસદોના પરિવારે તેમનો મોભી ગુમાવ્યો હોય,તેમને આર્થિક મદદ મળી શકે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને(Corona) કારણે અનેક પરિવારના માળા વિંખાય ગયા છે અને કેટલાક પરિવારે મોભી ગુમાવતા ઘણી આર્થિક મુશ્કેલીનો(Financial Crisis) સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અમદાવાદ ડાયમંડ એસોસિએશનનની આ પહેલથી અનેક પરિવારોને આર્થિક મદદ મળશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">