Ahmedabad : વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપીની ધરપકડ

|

Sep 05, 2021 | 10:57 PM

ક્રાઇમ બ્રાંચે પકડેલ ઘરફોડ ગેંગની મોડસ ઓપરેન્ડી ની વાત કરીએ તો આરોપીઓ દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાન શોધતા.જે બાદ આરોપીઓ રાત્રે ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરતા હતા.

Ahmedabad : વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપીની ધરપકડ
Ahmedabad Crime branch solves burglary case registered at Vadaj police station arrests three accused

Follow us on

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની પાલડી મહાલક્ષ્મી પાસેથી ઝડપી પાડી સોનાના દાગીના અને રોકડ થઈને કુલ 69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ વાઘેલા , વિજય દંતાણી , જયેશ દાતણીયા નામના આરોપીઓને 27 ઓગસ્ટ નાં રોજ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ પંચશીલ સોસાયટીના બંગલા નંબર 40 માં કરેલી ચોરીના કેસમાં ધરપકડ કરી છે. જેમાં બંગલાના નંબર 40 માં રહેતો પરિવાર રક્ષાબંધનના તહેવાર ઉજવવા માટે દિલ્હી ગયા હતા. તે વખતે બંધ બંગલાનો લાભ ઉઠાવીને 20 લાખ રોકડ અને સોના ચાંદીના દાગીના મળી લાખોની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.

જોકે આરોપીઓ ની ઘરફોડ ચોરી ની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસો માં ત્રણે આરોપીઓ ને ઝડપી પાડયા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ક્રાઇમ બ્રાંચે પકડેલ ઘરફોડ ગેંગની મોડસ ઓપરેન્ડી ની વાત કરીએ તો આરોપીઓ દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાન શોધતા.જે બાદ આરોપીઓ રાત્રે ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરતા હતા. આ આરોપીઓ બંધ મકાન ટાર્ગેટ કરતા હતા જેમાં આરોપીઓ માત્ર પશ્ચિમ વિસ્તારને જ ટાર્ગેટ કરતા હતાં.

હાલ આરોપીઓ ની વધુ તપાસ કરતા આરોપી વિજય સામે અગાઉ ઘરફોડ ચોરી માં 8 થી વધુ ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી જયેશ સામે 4 થી વધુ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Mehsana : પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા માંગ, સરકારમાં રજૂઆત કરાશે

આ પણ વાંચો: ગુજરાત બાર કાઉન્સિલના નવા ચેરમેન તરીકે કિશોર ત્રિવેદી, વાઇસ ચેરમેન કિરણસિંહ વાઘેલાની વરણી

Next Article