Mehsana : પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા માંગ, સરકારમાં રજૂઆત કરાશે

મહેસાણામાં પાટીદાર સમાજને OBC માં સમાવવા માંગ ઉઠી છે. જેમાં ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના મંત્રી દિલીપ પટેલનું પાટીદારો મુદ્દે નિવેદન સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 9:02 PM

ગુજરાતના પાટીદાર સમાજને ઓબીસી સમાવવાના મુદ્દે સમાજમાંથી પણ માંગ ઉઠવા પામી છે. જેમાં શનિવારે કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ અઠાવલેએ ઓબીસીમાં પાટીદારોનો સમાવેશ ના કરી શકાય તેવું નિવેદન કરવામાં આવ્યું હતું. તેની બાદ રવિવારે મહેસાણામાં પાટીદાર સમાજને OBC માં સમાવવા માંગ ઉઠી છે. જેમાં ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના મંત્રી દિલીપ પટેલનું પાટીદારો મુદ્દે નિવેદન સામે આવ્યું છે.

તેમણે કહ્યું છે કે પાટીદાર સમાજના છેવાડાના નાગરિકના લાભ માટે જરૂર પડ્યે સમાજ લડત આપશે. તેમજ કહ્યું જે કે આ અંગે રજૂઆત કરવામાં આવશે.  તેમના આ નિવેદન બાદ રાજ્યમાં ફરી એક વાર પાટીદારને ઓબીસી સમાવવાની માંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સામાજીક અને ન્યાય પ્રધાન રામદાસ આઠવલેએ ગુજરાત પાટીદારોને અનામત મળવા અંગે નિવેદન કર્યું હતું . તેમણે શનિવારે કહ્યું કે ગુજરાતના પાટીદારોનો OBCમાં સમાવેશ ન થઇ શકે. તેમણે કહ્યું કે ગુજરાતના પાટીદારોને અલગ અનામત મળવી જોઇએ. આઠ લાખથી ઓછી આવક ધરાવતા પાટીદારોને અનામત આપવી જોઈએ.

તેમણે કહ્યું કે પાટીદારો, મરાઠા અને રાજપૂતોને અલગ ક્વોટા દ્વારા અનામત આપવી જોઇએ. મંત્રી આઠવલેએ દેશમાં સમાન નાગરિક ધારો લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વન ફેમિલી વન ચાઇલ્ડનો કાયદો લાવવો જોઇએ.

આ પણ વાંચો : AMCની ડીમોલેશન ડ્રાઇવને લઇને વિવાદ, કોંગ્રેસ સમર્થિત વિસ્તારોમાં જ ડીમોલેશન કાર્યવાહીનો કોંગ્રેસ ધારાસભ્યોનો આક્ષેપ

આ પણ વાંચો : Bhavnagar : કોરોના રસીકરણ વધારવા તંત્રએ કવાયત હાથ ધરી

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">