Ahmedabad : ક્રાઇમ બ્રાંચે 47 લાખની ઉઠાંતરીના કેસનો ગણતરીના દિવસમાં ભેદ ઉકેલ્યો, મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યો

|

May 26, 2022 | 10:30 PM

અમદાવાદ(Ahmedabad) ક્રાઇમ બ્રાંચે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી મનીષ શર્માની ધરપકડ કરી છે. જેમાં છેલ્લા સાતેક વર્ષથી અમદાવાદમાં એક જ વેપારી ત્યાં કેશિયર તરીકેનું કામ કરતો. પરંતુ મોજશોખના કારણે રોજબરોજ આવતી રોકડ પર મનીષની નજર બગડતા કંપનીના 47 લાખ રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો.

Ahmedabad : ક્રાઇમ બ્રાંચે 47 લાખની ઉઠાંતરીના કેસનો ગણતરીના દિવસમાં ભેદ ઉકેલ્યો, મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યો
Ahmedabad Crime Branch Arrest Theft Accused

Follow us on

અમદાવાદના (Ahmedabad) ન્યુ ક્લોથ માર્કેટ માં એક વેપારીના ત્યાં 47 લાખ રૂપિયાની ઉઠાંતરી (Theft)કરી ફરાર થયેલા આરોપી ગણતરીના દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચે(Crime Branch)ઝડપી લીધો છે. આ પકડાયેલો આરોપી અન્ય કોઈ નહીં પરંતુ કંપનીનો જ કર્મચારી મનીષ શર્મા હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે સીટીએમ પાસેથી રોકડ 38 લાખ રોકડ સહિત 41 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આરોપીને કાગડાપીઠ પોલીસને હવાલે કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી મનીષ શર્માની ધરપકડ કરી છે. જેમાં છેલ્લા સાતેક વર્ષથી અમદાવાદમાં એક જ વેપારી ત્યાં કેશિયર તરીકેનું કામ કરતો. પરંતુ મોજશોખના કારણે રોજબરોજ આવતી રોકડ પર મનીષની નજર બગડતા કંપનીના 47 લાખ રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો.

લાખો રૂપિયા ચોરી કરી ફરાર  મનીષ અમદાવાદ આવતો હોવાની ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી

જોકે આ અંગેની ફરિયાદ સરોગી સુપર સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક તરફથી કરવામાં આવી. ત્યારે સામે આવ્યું કે ઓફિસના તમામ પૈસાની લેવડદેવડ કરનાર અને છેલ્લા સાતેક વર્ષથી માલિકને વિશ્વાસમાં લઇ ફરાર થઇ જનાર આરોપી અન્ય કોઈ નહીં પરંતુ કેશિયર મનીષ શર્મા છે.લાખો રૂપિયા ચોરી કરી ફરાર થયેલ મનીષ અમદાવાદ આવતો હોવાની ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળતા વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક સીટીએમ પાસેથી મનીષને ઝડપી લીધો હતો.

ગોવા અને મુંબઈ હોટલોમા રોકાઇ પોતાના મોજશોખ ચોરીના રૂપિયે કરતો હતો

બાદમાં તેની પાસે રહેલા સરસામાનની તપાસ કરતા 38 લાખ રોકડ, લેપટોપ, મોબાઈલ ફોન અને બ્રાન્ડેડ પર્ફ્યુમ સહિત ચાંદીના 20 જેટલા બિસ્કીટ પણ મળ્યા હતા. આરોપી મનીષ શર્મા ની પોલીસે વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે કંપનીના 47 લાખ રૂપિયા લઈને આરોપી મનીષ શર્મા સૌથી પહેલા કપડાની ખરીદી કરવા ગયો.ત્યારબાદ મોબાઈલ ફોન અને ગોગલ્સ ખરીદી કરીને ફ્લાઈટમાં દિલ્હી ગયો હતો. બાદમાં અમદાવાદ પરત આવી ફરીથી ગોવા અને મુંબઈ હોટલોમા રોકાઇ પોતાના મોજશોખ ચોરીના રૂપિયે કરતો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ક્રાઇમ બ્રાંચે આરોપી મનીષ પાસે રિકવર કરેલ આ મુદ્દામાં પોતાના મોજશોખમાં કેટલાક રૂપિયા ઉડાવ્યા હોવાનું પણ સામે આવી છે.. પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલમાં સ્પષ્ટ જોઈ શકાય છે તે પ્રમાણે બ્રાન્ડેડ કપડા, ઈમ્પોર્ટેડ ગોગલ્સ પણ ખરીદી આ ચોરીના રૂપિયાથી કરી હતી. ત્યારે અગાઉ પણ આ મોડેસ ઓપરેન્ડીથી કેટલા રૂપિયા કંપનીના રૂપિયા વાપર્યા છે તે અંગે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આની સાથે જ અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Published On - 10:24 pm, Thu, 26 May 22

Next Article