Ahmedabad: પાલતુ બિલાડી ગુમ થઈ જતા કપલ ચિંતિત, શોધી લાવનારને 21 હજારનું ઈનામ આપવાની જાહેરાત

|

Aug 10, 2021 | 11:06 PM

જીતેન્દ્ર દેવાસી અને પૂજા ગુલહારે ચાર માસ પહેલા પર્શિયન કેટની જોડી એક ડૉક્ટર પાસેથી લીધી હતી. 4 ઓગસ્ટના રોજ બિજલી નામની ફિમેલ કેટ ઘરેથી અચાનક ગુમ થઈ ગઇ હતી.

Ahmedabad: પાલતુ બિલાડી ગુમ થઈ જતા કપલ ચિંતિત, શોધી લાવનારને 21 હજારનું ઈનામ આપવાની જાહેરાત
missing pet cat

Follow us on

વ્યક્તિ ગુમ થયેલ છે, બાળક ગુમ થયેલ છે. આવી કેટલીક ખબરો તમે જોતા અને સાંભળતા હશો પણ અમે તમને જે ખબર જણાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમને નવાઈ લાગશે. અહીં કોઈ વ્યક્તિ નહીં પણ ખોવાઈ ગઈ છે બિલાડી અને આ બિલાડીને શોધવા માટે ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે.

 

 

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

બોપલની એક સોસાયટીમાં રહેતા દંપતિએ પર્શિયન કેટની જોડી પાળી છે. જેમાં ફીમેલ કેટ ક્યાંક ગુમ થઈ ગઈ છે, જેનું નામ છે બિજલી. વિદેશી બ્રિડની આ બિલાડીની કિંમત લાખોમાં છે. જો કે આ બિલાડી મોંઘી છે એટલા માટે નહીં પણ બિલાડી સાથે તેમની લાગણી જોડાયેલી છે.

 

વિદેશી બિલાડીને તેઓ તેમના બાળકની જેમ રાખે છે અને તેથી જ તેઓ અપીલ કરી રહ્યા છે કે આ બિલાડી કોઈને પણ મળે તો તેમને પરત આપે. આ માટે તેમણે 21 હજારનું ઈનામ આપવાનું પણ નક્કી કર્યુ છે. આ પરિવારે બિલાડીના ફોટા સાથેના પેમ્પલેટ છપાવી તેમના વિસ્તારમાં લગાવ્યા છે સાથે અલગ અલગ જગ્યા બિલાડીને પરિવારજનો શોધી રહ્યાં છે.

 

 

બોપલ બીનોરી સોલીટેર ફ્લેટમાં રહેતાં દંપતી જીતેન્દ્ર દેવાસી અને પૂજા ગુલહારે ચાર માસ પહેલા પર્શિયન કેટની જોડી એક ડૉક્ટર પાસેથી લીધી હતી. 4 ઓગસ્ટના રોજ બિજલી નામની ફિમેલ કેટ ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. સાંજના સમયે ઘરનો દરવાજો ખુલ્લો રહી જતાં બિલાડી બહાર નીકળી ગઈ હતી. બિજલી નામની બિલાડીને શોધવાના પ્રયત્નો કરાયા, પરંતુ બિલાડી ક્યાંય મળી નહીં.

 

 

સોસાયટીના સીસીટીવીમાં પણ આ બિલાડી ક્યાંય નજરે ન પડી ત્યારે તેમને શંકા છે કે કેટલાક બ્રિડર દ્વારા બિલાડીના બચ્ચાં પેદા કરાવી આ બચ્ચાં વેચવા માટે તેની ચોરી કરવામાં આવી હોય શકે છે. જેથી દંપતિ દ્વારા બિલાડી શોધી આપનાર માટે ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. કપલે બિલાડીના ગુમ થયાની અરજી પણ બોપલ પોલીસ સ્ટેશનમાં આપી છે.

 

 

આ પણ વાંચો – Whatsapp વેબ અને ડેસ્કટોપ યુઝર્સ માટે આ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે, હવે તમે ફોટાની સાથે આવું પણ કરી શકશો

 

આ પણ વાંચો – IND vs ENG: માંજરેકરે લોર્ડઝ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવન પસંદ કરી રવિન્દ્ર જાડેજાને બહાર રાખતા ચર્ચા ગરમ બની

Next Article