Ahmedabad કોર્પોરેશનનું આગોતરું આયોજન, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કચરામાંથી બાયો ગેસ ઉત્પન્ન કરાશે

|

Aug 26, 2021 | 6:08 PM

અમદાવાદ શહેરની વસ્તી વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ 55 લાખની હતી. જે વર્ષ 2017માં 63 લાખની હતી. તેમજ માથાદીઠ 600 ગ્રામ કચરો ઉત્પન્ન થાય છે. આમ જોવા જઇએ તો શહેરમાં દરરોજ 3800 ટીપીડી(TPD)કચરો ઉત્પન્ન થતો હતો.

Ahmedabad કોર્પોરેશનનું આગોતરું આયોજન, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કચરામાંથી બાયો ગેસ ઉત્પન્ન કરાશે
Ahmedabad Corporation advance planning bio-gas to be produced from waste under solid waste management (File Photo)

Follow us on

અમદાવાદ(Ahmedabad)મહાનગરપાલિકાનો  વધી રહેલો વિસ્તાર અને વસ્તીના પગલે શહેરના ઘન કચરા(Solid Waste)માં વધારો થઇ રહ્યો છે . જેમાં અમદાવાદ શહેરમાં હાલ ઉત્પન્ન થઇ રહેલા ઘન કચરાનો યોગ્ય નિકાલ અને તેના દ્વારા આર્થિક ઉપાર્જન પણ એટલું મહત્વનું બન્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગર પાલિકા ભવિષ્યને ધ્યાનના રાખીને ઘન કચરાના નિકાલ માટે કચરામાંથી બાયો ગેસ ઉત્પન્ન કરવાનું આયોજન કર્યું છે.

જેમાં જો વાત કરીએ અમદાવાદ શહેરની વસ્તી વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ 55 લાખની હતી. જે વર્ષ 2017માં 63 લાખની હતી. તેમજ માથાદીઠ 600 ગ્રામ કચરો ઉત્પન્ન થાય છે. આમ જોવા જઇએ તો શહેરમાં દરરોજ 3800 ટીપીડી(TPD)કચરો ઉત્પન્ન થતો હતો. છે. જેમાં બાંધકામ અને દબાણ હટાવવાના કચરાનો સમાવેશ થાય છે. જેને એકત્ર કરવામાં શહેરમાં 757 સ્થળો પર કલેક્શન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. તેમજ તે કચરાને કન્ટેનરની મદદથી એકત્ર કરીને એક સ્થળે લાવવામાં આવે છે. જેમાં 500 ટીપીડી કચરો એકત્ર થાય છે.

જો કે આ બધા વચ્ચે એક બાબત સ્પષ્ટ છે જે વર્ષ 2017 પછી શહેરની વસ્તીમાં વધારો નોંધાયો છે તેમજ એક અંદાજ મુજબ શહેરની વસ્તી 78 લાખને પાર પહોંચી ચૂકી છે. જ્યારે તેની સાથે કચરાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જો કે શહેર એક તરફ એકત્ર થતાં સોલીડ વેસ્ટનો સંપૂર્ણ નિકાલ થતો નથી. જેના લીધે મહાનગર પાલિકાએ વધી રહેલા આ કચરાના નિકાલ માટે આયોજન હાથ ધર્યું છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન અને NAFEDવચ્ચે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. જેમાં કોર્પોરેશનની બાર એકર જમીન 25 વર્ષ માટે ભાડા પેટે આપવામાં આવી છે.

જેમાં નાફેડ સંસ્થા દ્વારા દરરોજ 500 ટન કચરાને પ્રોસેસ કરીને તેમાંથી ગેસ ઉત્પન્ન કરશે. આ પ્રોજેક્ટથી શહેરનો કચરો દરરોજ ઓછો થશે. 500 ટન કચરાના નિકાલ મારફતે થનારી પ્રોસેસથી ઉત્પન્ન થનાર બાયોગેસ નાફેડ વેચાણ કરશે. તેમજ કોર્પોરેશન દ્વારા એક તરફ એકત્ર થયેલા ઘન કચરાને ખાતર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે.

જેની બાદ મહાનગરપાલિકાએ એકત્ર થતાં વધારે કચરાના નિકાલ માટે પણ આયોજન હાથ ધર્યું છે. જેના લીધે શહેરમાં સતત વધી રહેલી વસ્તી અને તેના પ્રમાણમાં વધતાં કચરાનો સમયસર અને યોગ્ય નિકાલ કરી શકાય

આ પણ વાંચો : Freedom 251 Phone નું સપનું બતાવનાર મોહિત ગોયલની ફરી થઈ ધરપકડ, 45 લાખની ઠગાઇનો મામલો

આ પણ વાંચો : Ahmedabad : રોગચાળાના આંકડા છૂપાવવાનો ખેલ, 10 હજાર કેસ હોવા છતાં AMCના ચોપડે ફક્ત 197 કેસ

Published On - 6:07 pm, Thu, 26 August 21

Next Article