AHMEDABAD : ફાયરવિભાગમાં કોરોનાનો કહેર, બીજી તરફ ટેસ્ટિંગ ડોમ પર આરોગ્ય વિભાગની લાલિયાવાડી

|

Apr 09, 2021 | 6:28 PM

AHMEDABAD : કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. હાઇટાઇમ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ઇમરજન્સી ગણાતા ફાયર વિભાગમાં પણ કોરોના રાફડો ફાટ્યો છે. 15 દિવસમાં કોરોના પોઝિટિવનો આંકડો 30 પર પહોંચ્યો છે.

AHMEDABAD : ફાયરવિભાગમાં કોરોનાનો કહેર, બીજી તરફ ટેસ્ટિંગ ડોમ પર આરોગ્ય વિભાગની લાલિયાવાડી
ટેસ્ટિંગમાં લાલિયાવાડી

Follow us on

AHMEDABAD : કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. હાઇટાઇમ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ઇમરજન્સી ગણાતા ફાયર વિભાગમાં પણ કોરોના રાફડો ફાટ્યો છે. 15 દિવસમાં કોરોના પોઝિટિવનો આંકડો 30 પર પહોંચ્યો છે.

ફાયર વિભાગમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. વધુ 19 કર્મચારીઓ પોઝિટિવ આવતા આંકડો 30 પર પહોંચ્યો છે. ફાયર વિભાગમાં 15 દિવસમાં કોરોના પોઝિટિવ આંકડો 30 પર પહોંચ્યો. 4 દિવસ પહેલા અધિકારી સહિત 11 કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા. જે બાદ ટેસ્ટિંગ વધારાયું હતું. જેમાં પોઝિટિવમાં અધિકારી સાથે 30 કર્મચારી કોરોના સંક્રમિત બન્યા છે. મોટા ભાગના કર્મચારીઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. વધતા સંક્રમણને લઈને ફાયર વિભાગમાં ચિંતા વ્યાપી છે કે મોટો કોલ આવે તો કામગીરી કઈ રીતે કરવી. તો પોઝિટિવ આવેલા કર્મચારીઓમાં બે અધિકારીએ વેકસીનના બે ડોઝ લીધા હોવા છતાં પણ સંક્રમિત થયાનું સામે આવ્યું છે.

Amcના આરોગ્ય વિભાગની ફરી એક વાર લાલીયાવાડી સામે આવી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વધતા જતા કેસને લઈને પરિસ્થિતિ કાબુમાં લાવી શકાય તે માટે ટેસ્ટિંગ પર ભાર મુકવા સૂચન કરાયું છે. ત્યાં બીજી તરફ ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટિંગ ટીમનો કોઈ અતોપતો નહિ હોવાનું સામે આવ્યું છે.

ન્યુ સીજી રોડ પર ટીમ નહિ પહોંચતા લોકો ટેસ્ટિંગ કરાવવા રાહ જોઈને ઉભા રહ્યા. અંદાજે 50થી વધુ લોકોની ટેસ્ટિંગ કરાવવા લાગી લાઈન હતી. માત્ર ન્યુ સીજી રોડ નહિ પણ શહેરમાં મોટા ભાગના સ્થળો પર આ પ્રકારની પરિસ્થિતિ છે. ટેસ્ટિંગ ટીમનો સમય સવારે 9 થી બપોરે 1 અને બપોરે 3 થી 6 સુધીનો છે. જોકે સમય નક્કી હોવા છતાં સમયે ટીમ ન પહોંચતા લોકોએ ગરમી વચ્ચે ટેસ્ટિંગ માટે રાહ જોવાનો વારો આવ્યો છે. ટીમ નહિ આવતા અને રાહ જોવી પડતી હોવાને લઈને સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે.

એટલું જ નહીં પણ ન્યુ સીજી રોડ પર જ્યારે ટીમ આવી તો માત્ર 25 કીટ સાથે આવી અને અન્યને પરત જતા રહેવા જણાવાયું. તો જેમના નામ લિસ્ટમાં લખેલા હતા તેઓને જ ઉભા રાખવામાં આવ્યા. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આ પ્રકારે વડાપ્રધાનના સુચનનું પાલન થશે. શું આ પ્રકારે ટેસ્ટિંગ થશે. ત્યારે જરૂરી છે કે ટેસ્ટિંગ મામલે યોગ્ય પ્રક્રિયા થાય અને લોકોને પડતી હાલાકી દૂર કરી કોરોનાની પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય.

Published On - 6:27 pm, Fri, 9 April 21

Next Article