ગુજરાત (Gujarat)માં કોરોના (Corona)ના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ (Ahmedabad)માં નોંધાઈ રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં નવા 8 વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે બીજી તરફ 15 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરતા માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળતા વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 8 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જો કે હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. 15 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જેના કારણે અમદાવાદ શહેરમાં હવે કુલ 98 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે
અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઈ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. જો કે હવે ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી રહી છે. જેને કારણે અમદાવાદમાં પણ કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી અમદાવાદમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પણ ઘટી રહ્યા છે.
મહત્વનું છે કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને 3653 નવા કેસ નોંધાયા તો અમદાવાદ શહેરમાં 8 અને જિલ્લામાં 1 મળીને 9 દર્દીના નિધન થયા. જ્યારે એક દિવસમાં સારવાર બાદ 6,253 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જો કે અમદાવાદમાં મોતનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. અમદાવાદમાં પાછલા 30 દિવસમાં 98 દર્દીને કાળમુખો કોરોના ભરખી ગયો છે..
આ પણ વાંચો- Ahmedabad : પીરાણામાં ઇમામશાહ દરગાહ પાસે દિવાલ બનાવવાનો વિવાદ વકર્યો, પોલીસે બંદોબસ્ત ગોઠવાયો
આ પણ વાંચો- Surat: પુષ્પા મુવીની જેમ ચંદનના લાકડાની ચોરી પણ હજુ સુધી કેમ નથી નોંધાઈ પોલીસ ફરિયાદ?