Ahmedabad : અકસ્માતો પર કાબૂ મેળવવા પોલીસ કમિશનરનું જાહેરનામું

Ahmedabad : શહેરમાં વધતા જતા અકસ્માતોનો રેશિયો કાબૂમાં લેવા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. ટુ વ્હિલર માટે 60 કિ.મી જ્યારે ફોર વ્હિલર માટે 40 કિ.મી પ્રતિ કલાકની સ્પિડ નક્કી કરાઈ છે.

| Updated on: Mar 26, 2021 | 5:03 PM

Ahmedabad : શહેરમાં વધતા જતા અકસ્માતોનો રેશિયો કાબૂમાં લેવા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. ટુ વ્હિલર માટે 60 કિ.મી જ્યારે ફોર વ્હિલર માટે 40 કિ.મી પ્રતિ કલાકની સ્પિડ નક્કી કરાઈ છે. શહેરીજનો એક તરફ પોલીસ કમિશનરના નિર્ણયને વધાવી રહ્યા છે. જોકે નવા નિયમોનું કડકાઈથી પાલન થાય તે દિશામાં પણ અવાજ ઉઠી રહ્યો છે. નવા નિયમોનું જો સિસ્તબંધ રીતે પાલન થાય તો અકસ્માતનું પ્રમાણ પણ ઘટી શકે છે. તો બીજી તરફ કેટલાક નાગરિકોનું કહેવું છે કે આ નિર્ણયથી ઓટોમોબાઈલ સેક્ટરને પણ ગણું નુકસાન થઈ શકે છે. હેવી વાહનોના વેચાણમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.

 

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં વાહનોની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. જેમાં ટુ વ્હીલર માટે પ્રતિ કલાક 60 કિ.મીની સ્પીડ, ફોર વ્હીલર માટે પ્રતિ કલાક 40 કિ.મીની સ્પીડ, ટ્રાન્સપોર્ટેશનના વાહનો માટે પ્રતિ કલાક 70 કિ.મીની સ્પીડ,  8 સીટર વાહનો માટે પ્રતિ કલાક 70 કિ.મીની સ્પીડ,  ટ્રેક્ટર માટે પ્રતિ કલાક 30 કિ.મીની સ્પીડ,  ટેક્સીચાલકો માટે પ્રતિ કલાક 40 કિ.મીની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. અને, આ નિયમ ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સ્પીડ લિમિટનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આઠ કરતાં વધુ સીટ ધરાવતાં વ્હીકલ 70, ટ્રાન્સપોર્ટેશનવાળા વ્હીકલ 60, ટ્રેક્ટર 30, ટુ વ્હીલર 60 અને કાર 40ની સ્પીડે હંકારી શકાશે. આ ઉપરાંત કેબ માટે 50ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જો, કે શહેરી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ આઠ કરતાં વધુ મુસાફરો વાળા વ્હીકલોની સ્પીડ ઓછી હોવી જોઈએ. કારણ કે આવા વ્હીકલથી અકસ્માતની સંભાવના વધુ રહે છે. જેના કારણે નિર્દોષ લોકોના મોત નિપજે છે.

દેશમાં સૌથી વધુ માર્ગ અકસ્માતમાં ગુજરાત 10મા ક્રમે
માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વર્ષ 2017 દરમિયાન 18 હજાર 81 માર્ગ અકસ્માત થયા હતા અને જેમાંથી 7289 વ્યક્તિનાં મોત થયાં હતાં. આમ, ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10મા ક્રમે છે.ગુજરાતમાં હિટ એન્ડ રનને લીધે અકસ્માતના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે.

હિટ એન્ડ રનમાં સૌથી વધુ અમદાવાદમાં મોત નોંધાયા
ગુજરાતમાં સૌથી વધુ ફ્લાય ઓવર બ્રિજ અને ટ્રાફિક નિયમન માટે શ્રેષ્ઠતમ CCTV નેટવર્ક છે તેવા સુરત શહેર સમેત જિલ્લામાં જ પાંચ વર્ષમાં હિટ એન્ડ રનમાં સૌથી વધુ 1254 નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરત શહેર અને જિલ્લાની પોલીસ અકસ્માતો કરીને છુમંતર થયેલા 1642 આરોપીઓને પકડી પણ શકી નથી. સુરત બાદ હિટ એન્ડ રનમાં સૌથી વધુ અમદાવાદમાં 945 નાગરિકોના મોત થયા છે.

 

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">