Ahmedabad Breaking News : અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું ! જુઓ Video

| Updated on: Aug 11, 2026 | 2:38 PM

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં PCBનાં દરોડા પાડ્યા જ્યા ન્યુ રાણીપના કલાસાગર હાઇટસ ફલેટમાં જુગારધામ ઝડપાયું. પોલીસે 8 જુગારીઓને પકડીને 3,55,000 ની રોકડ કબ્જે કરી છે. રોકડ સહિત મોંગીદાર કાર અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. દરોડામાં કુલ 38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગૌતમ પટેલ નામનો કાપડનો વેપારી પોતાના ધરમાં જુગાર રમાડતો હતો. 2010માં પણ જુગારના કેસમાં ઝડપાયો હતો આરોપી.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં PCB દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા. મનપસંદ જીમખાના બાદ હવે ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા ક્લાસાગર હાઇટ્સના એક ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું છે. પોલીસની કાર્યવાહીમાં કુલ ₹38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી 8 જુગારીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ₹3.55 લાખ રોકડ મળી આવી છે. આ ઉપરાંત મોંઘીદાટ કાર અને મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ પણ પોલીસે કબજે કરી છે.

વેપારી પોતાના ફ્લેટમાં રમાડતો હતો જુગાર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગૌતમ પટેલ જે પોતે કાપડનો વેપારી છે તે પોતાના ફ્લેટનો ઉપયોગ જુગાર રમાડવા માટે કરતો હતો. ગૌતમ પટેલના ફ્લેટમાં અન્ય લોકોને બોલાવીને જુગાર રમાડવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે.

અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો છે ગૌતમ પટેલ

પોલીસના જણાવ્યા મુજબ, ગૌતમ પટેલ અગાઉ પણ વર્ષ 2010માં જુગારના કેસમાં ઝડપાઈ ચૂક્યો હતો. હવે ફરીથી તેના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાતા પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો, Breaking News : મહિસાગરના આકલિયા ગામની 7 વર્ષીય બાળકીનું ચાંદીપુરાથી મોત

 

Follow Us
Loading...
Unable to load recommendations.