Ahmedabad Breaking News : અમદાવાદમાં AMCનો મોટો નિર્ણય, હવે બેકરી-નાસ્તાના પેકેટ પર લેબલિંગ ન કર્યુ તો એકમ થશે સીલ!

સ્થાનિક બેકરીમાંથી ખરીદેલી કૂકીઝમાં શું છે? શું નજીકની દુકાનમાંથી ખરીદેલા પાંઉના પેકેટ પર તેની કોઈ માહિતી લખેલી હોય છે કે પછી તે માત્ર પારદર્શક થેલીમાં જ આપવામાં આવે છે? હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગે બેકરીમાંથી મળતી ખાદ્ય વસ્તુઓની તપાસ વધુ કડક કરી છે.

Ahmedabad Breaking News : અમદાવાદમાં AMCનો મોટો નિર્ણય, હવે બેકરી-નાસ્તાના પેકેટ પર લેબલિંગ ન કર્યુ તો એકમ થશે સીલ!
AMC Snacks Packaging Ingredients Rules
Image Credit source: iStock
| Updated on: Sep 09, 2026 | 11:00 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાદ્ય વસ્તુઓના પેકેટ પર સંપૂર્ણ ઘટકોની યાદી આપવી ફરજિયાત કરી છે. સાથે જ યોગ્ય લેબલિંગ કરવું અને ખોરાક શાકાહારી છે કે માંસાહારી તે માટે લીલા અને લાલ નિશાન દર્શાવવા પણ ફરજિયાત કર્યું છે. બ્રેડ અને બિસ્કિટ જેવી વસ્તુઓમાં મેદો, ખાંડ અને અન્ય સામગ્રીનું પ્રમાણ પણ સ્પષ્ટ રીતે દર્શાવવું પડશે.

છેલ્લા એક મહિનામાં આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમોએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અસ્વચ્છ પરિસ્થિતિ અને અન્ય નિયમોના ઉલ્લંઘન બદલ ત્રણ બેકરીને સીલ કરી છે. ઉત્પાદકોએ પેકેટ પર દર્શાવેલા ઘટકોની ખરાઈ માટે પોતાના ઉત્પાદનોની નોંધાયેલ ફૂડ લેબોરેટરીમાં તપાસ પણ કરાવવી પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમોને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાન બાદમાં ખાખરા જેવી નાસ્તા અને સેવ-નમકીન બનાવતી તથા વેચતી તમામ એકમો સુધી પણ વિસ્તરાવવામાં આવશે. જેનો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે.

ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓની બેઠક

મંગળવારે (8 સપ્ટેમ્બર) આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ ગુજરાત બેકર્સ એસોસિએશન અને FBOs (Food Business Operators)ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમને Food Safety and Standards Act, 2006 હેઠળ પ્રી-પેકેજ્ડ ફૂડ માટેના કાયદાકીય નિયમો અને જવાબદારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં Food Safety and Standards (Labelling and Display) Regulations, 2020 અને Food Safety and Standards (Packaging) Regulations, 2018 અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

નિયમોનું પાલન કરવું પડશે

FBOsને ખાદ્ય પેકેટ પર તમામ ફરજિયાત માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવા સૂચના આપવામાં આવી છે. તેમાં ખાદ્ય ઉત્પાદનનું નામ, સંપૂર્ણ ઘટકોની યાદી, એલર્જન અંગેની માહિતી, પોષણ સંબંધિત માહિતી, શાકાહારી/માંસાહારી લોગો, નેટ જથ્થો, બેચ/લોટ નંબર, ઉત્પાદન તારીખ, એક્સપાયરી અથવા બેસ્ટ-બિફોર તારીખ, FSSAI લોગો અને લાઇસન્સ/રજિસ્ટ્રેશન નંબર તેમજ ઉત્પાદક/પેકર સંબંધિત જરૂરી વિગતોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત Food Safety and Standards Actની કલમ 26 હેઠળ FBOsની જવાબદારીઓ, કલમ 31 હેઠળ ફરજિયાત લાઇસન્સ/રજિસ્ટ્રેશન અને Schedule 4માં દર્શાવેલા સ્વચ્છતા અને સેનિટેશનના નિયમોનું કડક પાલન કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

50 ટકાથી વધુ બેકરીઓ નિયમનકારી માહિતી વગર પેકેજ્ડ ફૂડ વેચે છે

અમદાવાદમાં 1,000 થી વધુ બેકરીઓ છે અને તેમાંથી 50 ટકાથી વધુ બેકરીઓ ફરજિયાત નિયમનકારી માહિતી વગર પેકેજ્ડ ફૂડ વેચે છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ વધુમાં કહ્યું કે કોઈ ખાદ્યપદાર્થમાં શું સામેલ છે અને તે શાકાહારી છે કે માંસાહારી, તે જાણવાનો અધિકાર ગ્રાહકનો મૂળભૂત અધિકાર છે.

અધિકારીએ જણાવ્યું, “આ માટે દરેક ખાદ્ય ઉત્પાદનની માન્ય ફૂડ લેબોરેટરીમાં તપાસ કરાવી Ingredient Analysis Certificate મેળવવું પડશે. ત્યારબાદ આ વિગતો પેકેટ પર પ્રિન્ટ કરવી પડશે. અનેક બેકરીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાથી તમામ બેકરીઓને નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે.”

AMC હવે પેકેટ પર દરેક માહિતી ફરજિયાત લખાવશે

  • AMC ખાદ્ય ઉત્પાદકોની ઓળખ કરી તેમને પેકેજિંગ અને લેબલિંગના નિયમોનું કડક પાલન કરવા ઔપચારિક નોટિસ આપશે.
  • કેટલીક નાની સ્થાનિક એકમો ખાખરા અને અન્ય ખાદ્ય વસ્તુઓને જરૂરી કાયદાકીય માહિતી વગર પેક કરીને વેચે છે. આવી એકમોમાં તપાસ અભિયાન શરૂ કરવામાં આવશે.
  • ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનોની માન્ય લેબોરેટરીમાં તપાસ કરાવી પ્રમાણિત ઘટકોની વિગતો પેકેટ પર છાપવી પડશે.
  • AMC ની જાહેર આરોગ્ય લેબોરેટરી ઉપરાંત 200થી વધુ ખાનગી ફૂડ લેબોરેટરીઓ ખાદ્ય ઉત્પાદનોની તપાસ કરીને Ingredient Analysis Certificate આપશે.

આ પણ વાંચો, Breaking News : શું BRICS ખતમ કરશે દુનિયામાં ડોલરનું વર્ચસ્વ? બેઠક પહેલાં અમેરિકામાં વધ્યું ટેન્શન !

 

Published On - 10:59 am, Wed, 9 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.