Ahmedabad : અકસ્માત ઘટાડવા બ્લેક સ્પોટ જાહેર કરાયા, પરંતુ બ્લેક સ્પોટ સ્થળો પર જ અકસ્માતોની સંખ્યામાં વધારો

|

Dec 28, 2021 | 2:12 PM

ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિહ ચાવડા કહેવુ છે કે છેલ્લા પાંચ વર્ષમાં 8 વિસ્તારમાં અકસ્માત કેસ વધ્યા છે જેમાં જેતલપુર,નરોડા,નારોલ,ઓઢવ,રામોલ,એસજી હાઇવે એસ.પી રોડ અને સરખેજ છે. આમ બ્લેક સ્પોટ પર અકસ્માત ઘટાડવા માટે કામગીરી કરાઇ રહી છે.

Ahmedabad : અકસ્માત ઘટાડવા બ્લેક સ્પોટ જાહેર કરાયા, પરંતુ બ્લેક સ્પોટ સ્થળો પર જ અકસ્માતોની સંખ્યામાં વધારો
અમદાવાદ- અકસ્માતમાં વધારો (ફાઇલ)

Follow us on

Ahmedabad : શહેરમાં વધતા જતા વાહનો વચ્ચે અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અકસ્માત કેસને ઘટાડવા માટે બ્લેક સ્પોટ જાહેર કરાયેલાં 6 સ્થળ પર 3 વર્ષમાં 53 અકસ્માતમાં 25 લોકોના મોત થયાં છે. હાલ 32 જેટલા બ્લેક સ્પોટ ટ્રાફિક વિભાગ જાહેર કર્યા છે. બ્લેક સ્પોટમાં વધારો ન થાય તે માટે અલગ અલગ એજન્સીઓ રિર્ચસ કરી રહી છે. જોઇએ કેટલા છે બ્લેક સ્પોટ જેથી વાહનચાલકો સર્તક રહેવાની જરૂર છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવોને ઘ્યાને રાખીને તંત્ર દ્વારા જ્યાં વારંવાર અકસ્માત થતાં હોય તેવા 32 સ્થળોને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયા હતા. તેવા જ 6 જેટલા બ્લેક સ્પોટમાં 3 વર્ષમાં સૌથી વધુ અકસ્માત બનાવો બન્યા છે. જોઇએ ક્યાં વિસ્તારને બ્લેક સ્પોટ તરીકે છે અને કેટલા અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

6 જેટલા બ્લેક સ્પોટ પરમાં આવેલ વિસ્તારમાંથી વધારે વૈષ્ણદેવીથી અડાલજ કટ પર અકસ્માત વધુ થઇ રહ્યા છે. જોકે અકસ્માત અટકાવવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા જુદી જુદી સંસ્થાઓ અને જાણીતી કોલેજની મદદ મેળવી રિસર્ચ કરાવ્યુ છે. હાલમાં દિલ્હીની એક સંસ્થા દ્વારા બ્લેક સ્પોટ પર રિર્ચસ કરાયુ છે. સાથે જ કોર્પોરેશન અને આર.ટી.ઓ સાથે મિંટિગ કરીને અકસ્માત અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં પૂરઝડપે હંકારતા વાહન ચાલકો અથવા ભારે વાહન ચાલકો બેદરકારીથી અકસ્માત કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઇને જરૂર હોય ત્યાં સ્પીડબ્રેકર મુકવાની કામગીરી ,વાહનચાલકનુ વિઝન કપાતું હોય તેને ધ્યાને રાખીને દબાણો દુર કરવા જેવી અલગ અલગ પગલાંઓ પણ લઇ રહ્યા છે.

ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિહ ચાવડા કહેવુ છે કે છેલ્લા પાંચ વર્ષમાં 8 વિસ્તારમાં અકસ્માત કેસ વધ્યા છે .જેમાં જેતલપુર,નરોડા,નારોલ,ઓઢવ,રામોલ,એસજી હાઇવે એસ.પી રોડ અને સરખેજ છે. આમ બ્લેક સ્પોટ પર  અકસ્માત ઘટાડવા માટે કામગીરી કરાઇ રહી છે. પરંતુ અમદાવાદમાં સંભવિત અકસ્માત સ્થળો એવા બ્લેક સ્પોટમાં વધારો થઇ રહ્યો હોય તે એક ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : RAJKOT : એક બાજુ કમોસમી વરસાદની આગાહી, તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં મગફળી પલળી જવાની ભીતિ

 

Published On - 1:14 pm, Tue, 28 December 21

Next Article