RAJKOT : એક બાજુ કમોસમી વરસાદની આગાહી, તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં મગફળી પલળી જવાની ભીતિ

અચાનક કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો અને વેપારીઓના જીવ ઊંચા થઈ ગયા છે. માર્કેટ યાર્ડના ચેરમેને દાવો કર્યો છે કે ખુલ્લામાં પડેલી મગફળીને ઢાંકી દેવાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 12:55 PM

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી 70 હજારથી વધારે ગૂણી મગફળી પલળી જવાની ભીતિ છે. માર્કેટ યાર્ડમાં શેડ ન હોવાના કારણે મગફળી ખુલ્લામાં રાખવી પડી છે. અચાનક કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો અને વેપારીઓના જીવ ઊંચા થઈ ગયા છે. માર્કેટ યાર્ડના ચેરમેને દાવો કર્યો છે કે ખુલ્લામાં પડેલી મગફળીને ઢાંકી દેવાઈ છે. અને આવતા વર્ષ સુધીમાં માર્કેટ યાર્ડમાં શેડનું નિર્માણ થઈ જશે. જેથી ખેડૂતો કે વેપારીઓને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

કમોસમી વરસાદ અને માર્કેટ યાર્ડમાં મગફળી પલળવાની ભીતિ, અનેક સવાલો

નોંંધનીય છેકે આ અગાઉ પણ માર્કેટ યાર્ડમાં મગફળી પલળી જવાના કિસ્સા બની ચુક્યા છે. ત્યારે ફરી હવે કમોસમી વરસાદને કારણે મગફળી પલળવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે. કે કેમ માર્કેટ યાર્ડમાં શેડ બનાવવામાં નથી આવતો ?, શા માટે માર્કેટ યાર્ડમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી? દર વખતે ખેડૂતો અને વેપારીઓ જ શા માટે નુકસાન ભોગવે છે? તૈયાર પાક પલળી ન જાય તે માટે શેડનું નિર્માણ ક્યારે કરાશે?

આ પણ વાંચો : US Defence Bill Pass: રાષ્ટ્રપતિ જો બાઇડને 768.2 અરબ ડોલરના સંરક્ષણ બિલ પર કર્યા હસ્તાક્ષર, લશ્કરી ન્યાય પ્રણાલીમાં સુધારા માટે મહત્વપૂર્ણ

આ પણ વાંચો : PM મોદીએ IIT કાનપુરના વિદ્યાર્થીઓને કહ્યું- આગામી 25 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાની લગામ તમારે લેવી પડશે

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">