AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: કાળમુખા કોરોનાએ નવજાત પુત્રી અને માતાને અલગ કર્યા! તબીબોએ જંગ ખેલી માતા-પુત્રીનો કરાવ્યો મિલાપ

અમદાવાદ શહેરના મેધનાબેન દેદૂન સાથે પણ કોરોનાએ એ જ પ્રયત્ન કર્યો. સગર્ભા માતાએ દિકરીને જન્મ આપ્યાના બીજા જ દિવસે તેઓ કોરોનાગ્રસ્ત થયા અને કાળમૂખા કોરોનાએ નવજાત બાળકીના હિસ્સાનું વાત્સલ્ય તેમનાથી છીનવી લીધુ.

Ahmedabad: કાળમુખા કોરોનાએ નવજાત પુત્રી અને માતાને અલગ કર્યા! તબીબોએ જંગ ખેલી માતા-પુત્રીનો કરાવ્યો મિલાપ
Jignesh Patel
| Edited By: | Updated on: May 03, 2021 | 9:40 PM
Share

કાળમુખા કોરોનાએ ઘણાં પરિવારો પર કેર વર્તાવ્યો છે. ઘણા પરિવારો વિખૂટા થયા છે. આ વખતે અમદાવાદ શહેરના મેધનાબેન દેદૂન સાથે પણ કોરોનાએ એ જ પ્રયત્ન કર્યો. સગર્ભા માતાએ દિકરીને જન્મ આપ્યાના બીજા જ દિવસે તેઓ કોરોનાગ્રસ્ત થયા અને કાળમૂખા કોરોનાએ નવજાત બાળકીના હિસ્સાનું વાત્સલ્ય તેમનાથી છીનવી લીધુ. માતા કોરોનાગ્રસ્ત બનતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા.

નવજાત બાળકના હિસ્સાનું વ્હાલ છીનવાઈ જાય તેનાથી મોટું દુ:ખ એક માતા માટે કયુ હોઈ શકે? માતા બનવાનો અહેસાસ દુનિયાનો સૌથી મોટું સુખ આપનારો અહેસાસ હોય છે. માતા જ્યારે પોતાના નવજન્મેલા બાળકને પ્રથમ વાર હૈયા સરસું ચાંપે છે, ત્યારે દુનિયાની શ્રેષ્ઠ અનુભૂતિને પામે છે.

નવજાત બાળકીને માતાનું ધાવણ ખૂબ જ મહત્વનું હોય છે. પરંતુ આ કોરોનાને તો ક્યા કોઈ જીવ પ્રત્યે સંવેદના છે જ? અસંવેદન એવો આ કાળમુખા કોરોનાએ તો આ માતાને તેના નવજાત બાળકથી દૂર રાખવાના તમામ પ્રયત્નો કર્યા. પરંતુ કહેવાય છે ને કે તબીબો ધરતી પરના દેવદૂત છે.

તેઓ દર્દીનો જીવ બચાવવા અને દર્દીને મોતના મુખમાંથી ઉગારવા માટે કૃતસંકલ્પ બને ત્યારે કોરોના જેવા કાળમુખા વાયરસે પણ તેમના જુસ્સા સામે હાર સ્વીકારવી પડે. વાત કંઈક એવી છે કે અમદાવાદ શહેરના મેધનાબેન દેદૂને દિકરીને જન્મ આપ્યો. આ તેમનું બીજુ બાળક છે.

સમગ્ર પરિવારમાં ખુશહાલીનો માહોલ. હજુ તો આ ઉત્સવ ઉજવવાનો બાકી હતો, ત્યારે બીજા જ દિવસે મેધનાબેનને કોરોનાના લક્ષણો જણાઈ આવ્યા. જેથી તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જે પોઝિટીવ આવ્યો. વળી 30 ટકા જેટલા ફેફસા પણ કોરોનાથી ક્ષતિગ્રસ્ત થયા હતા.

જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેઓની સધન સારવાર શરૂ કરવામાં આવી. આ દરમિયાન માતાના શરીરમાં વાયરસનું સંક્રમણ એટલી ઝડપે વધી રહ્યુ હતું કે ફક્ત 2 જ દિવસમાં ફેફસાનો 85થી 90 ટકા ભાગ વાયરસથી ક્ષતિગ્રસ્ત બન્યો.

જીંદગી અને મોત વચ્ચે સંગ્રામ ખેલી રહેલી આ માતા જીવન જીવવાની આશા છોડી જ ચૂકી હતી. પરંતુ બીજી તરફ નવજાત બાળકી જેણે હજુ તો આ ધરતી પર પગ મૂક્યો છે તે મેધનાબેનની ઘરે પરત ફરવાની રાહ જોઈ રહી છે, માતાના ખોડામાં માથુ રાખી સૂવા માટે ઝંખના સેવી રહી હતી.

માતાનું ધાવણ લઈ સક્ષમ બની જીવનમા ડગ માંડવાના સપના સેવી રહી હતી, આ તમામ સ્વપ્ન મેધનાબેનની આંખો સમક્ષ સરી રહ્યાં હતા. મેધનાબેન દેદૂને જીવન અને મરણ વચ્ચેનો આ સંગ્રામ અને કાળમૂખા કોરોના સામેની જંગ અતિ ગંભીર બની રહી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠા અને દર્દીનો ગમે તે ભોગે જીવ બચાવવાના નિર્ધાર સામે કોરોના હાંફ્યો! 6 દિવસની સધન સારવાર અને હોસ્પિટલના સ્ટાફની દિવસ રાતની મહેનત અને પ્રોગ્રેસીવ સારવારના કારણે મેધનાબેન દેદૂને કોરોના હંફાવ્યો.

મેધનાબેન દેદૂન લાગણીસભર સ્વરે કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલના તબીબો અને અહીંના તમામ સ્ટાફ મિત્રોની દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને દેખરેખના કારણે જ આજે હું ઘરે પરત ફરીને મારી નવજાત બાળકીને જોઈ શકવા સક્ષમ બની છું. મારી બાળકીને માતાનો સ્નેહ આપવા આતુરતાથી રાહ જોઈ રહી છું, મારી બાળકીને ગળે લગાડીને વ્હાલ કરવાની લાગણીઓ સેવી રહી છું. આ બધુ જ શક્ય બન્યું છે તો સિવિલ હોસ્પિટલના તબીબોની તબીબી સારવારના કારણે. અહીંનો તમામ સ્ટાફ ખૂબ જ લાગણીસભર છે.

હોસ્પિટલમાં રહીને પણ હોસ્પિટલ જેવી અનુભૂતિ ક્યારેય ન થવા દે.’ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે કામ કરી રહેલા 2500થી વધુ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં તહેનાત છે.

તમામ સ્ટાફમિત્રો દર્દીઓ પ્રત્યેનો સંવેદનાસભર અભિગમ દાખવીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ તમામ સ્ટાફમિત્રોના અથાગ પરિશ્રમના કારણે જ મેધનાબેન દેદૂનની સફળ સારવાર જેવા અનેક કિસ્સા જોવા મળ્યા છે. જેમાં અતિગંભીર સંક્રમણથી સંક્રમિત થયા બાદ પણ ઘણા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.’

g clip-path="url(#clip0_868_265)">