Ahmedabad : ગાંધી જયંતિ નિમિતે ભાજપ નેતાઓની ખાદીની ખરીદી, તો કોંગ્રેસ નેતાએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી

|

Oct 02, 2021 | 4:37 PM

ગાંધી જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ ખાતે પણ ગાંધી જયંતિની લોકોએ ઉજવણી કરી. જેમાં લોકોએ ગાંધી આશ્રમની મુલાકત કરી તો રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાદી વસ્ત્રની ખરીદી કરી.

Ahmedabad :  ગાંધી જયંતિ નિમિતે ભાજપ નેતાઓની ખાદીની ખરીદી, તો કોંગ્રેસ નેતાએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી
Ahmedabad: BJP leaders bought khadi on the occasion of Gandhi Jayanti, then Congress leader visited Gandhi Ashram

Follow us on

ગાંધી જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ ખાતે પણ ગાંધી જયંતિની લોકોએ ઉજવણી કરી. જેમાં લોકોએ ગાંધી આશ્રમની મુલાકત કરી તો રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાદી વસ્ત્રની ખરીદી કરી. ગાંધીજીના સ્વદેશી વસ્તુ અપનાવો અને વડાપ્રધાનના લોકલ ટુ વોકલના સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો.

સરકાર દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ પ્રમાણે ગાંધી આશ્રમ સામે આવેલ ખાદીની દુકાન પર ખાદી વસ્ત્રોની ખરીદી કરવાનું નક્કી કરાયું હોવાથી ખાદી વસ્ત્ર ભંડાર પર કાર્યકરોની વહેલી સવારથી ભીડ જામી. જ્યાં ધારાસભ્ય અને મંત્રી એવા પ્રદીપ પરમાર, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ અને રાકેશ શાહે આવી ખરીદી કરી. તો કાર્યકર્તાઓએ પણ ખરીદી કરી. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ખરીદી કરી. જેમાં સી.આર.પાટીલે વડાપ્રધાનના કેશલેશ સૂત્રને સાકાર કરતા કેશલેશ પેમેન્ટ કર્યું. જોકે અન્ય કેટલાક મંત્રીએ કેશ પેમેન્ટ કરી કાર્ડ ભૂલી ગયા હોવાના બહાના દર્શાવ્યા.

એટલું જ નહીં પણ વહેલી સવારથી જામેલી ભીડના કારણે ખાદી વસ્ત્ર ભંડાર ભાજપ ઓફિસ બની ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો કાર્યક્રમમાં આવેલ કાર્યકરો. નેતા અને મંત્રીમાં સોશ્યલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્કનો પણ અભાવ જોવા મળ્યો. જોકે કાર્યક્રમમાં કાર્યકરો અને મંત્રી માત્ર ખરીદી જ કરતા જોવા મળ્યા. જેમાંથી કોઈએ માત્ર રસ્તો ઓડનગવા જેવા ડિસ્ટન્સ પર આવેલા ગાંધી આશ્રમની મુલાકાત પણ કરી ન હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જે ખાદી ખરીદી કાર્યક્રમમાં મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે ખાદી અપનાવોનું જણાવ્યું. તેમજ ગાંધી મૂલ્યોને અપનાવવાનું પણ જણાવ્યું.

તો આ તરફ કોંગ્રેસ નેતા કપિલ સિબબલ ગાંધી જયંતિ નિમિતે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા. જ્યાં તેઓ ગાંધીજીની પ્રતિમાને શિસ નમાવ્યું તો આશ્રમ માં આવેલ લોકો સાથે ફોટો પણ પડાવ્યા. સાથે આશ્રમની મુલાકાત પણ કરી હતી. જે મુલાકાત દરમિયાન તેઓને પૂછવામાં આવેલા સવાલોના જવાબ તેઓએ કઈંક આવી રીતે આપ્યા. અને નિવેદ આપતા જણાવ્યું કે રાજનેતાઓમાં ગાંધી મૂલ્ય રહ્યા નથી. ભાજપ સરકારમાં અસત્યની આંધી જોવા મળી રહી છે. સ્થિતિના આંકડાઓ અલગ છે અને સરકાર દર્શાવે છે અલગ. ગાંધીજીના મૂલ્યોને મોદી સરકાર બરબાદ કરી રહ્યું છે.

તો કોંગ્રેસ પાર્ટીએ આંદોલન શરૂ કર્યું હતું જેમાં ગાંધીજી જોડાયા હતા. રાજનીતિમાં નેતાઓએ ગાંધીજીના આચરણો અપનાવવા જોઈએ. સરકાર વાત ગાંધીજીની કરે છે પરંતુ કારનામા અલગ જ કરે છે. તેવું જણાવ્યું.

સાથે જ કોંગ્રેસ પાર્ટી ગાંધી મૂલ્યો પર ચાલવા પ્રયાસ કરે છે તેમ પણ જણાવ્યું. તો વધુમાં પોતાના ઘર પર થયેલ પથરાવ અંગે નિવેદન આપતા કહ્યું કે મોદી સરકારમાં તો રોજ પથરાવ થાય છે. મારા ઘર પરનો પથરાવ એ સામાન્ય બાબત છે. સાથે જ કોંગ્રેસે કોઈ વિકાસ નથી કર્યાની વાત કહેતા નેતા અકળાયા હતા અને iim જેવી સંસ્થા અને ગાંધી સમયે થયેલા વિકાસ કાર્યોના લેખજોખ કરી કટાક્ષ સાથે કોંગ્રેસે કોઈ વિકાસ નથી કર્યાનું કહી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

Published On - 4:36 pm, Sat, 2 October 21

Next Article