AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, લૂંટારૂઓ થયા CCTVમાં કેદ, જુઓ આ VIDEO

અમદાવાદના સીજી રોડ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. લૂંટ ચલાવનારા લૂંટારૂઓ ફરાર થતા હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. માણેક ચોકમાં આવેલી મયૂર કાન્તી આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 5 લાખ ભરેલી બેગ લઈને જઈ રહ્યો હતો. પેઢીની સીજી રોડ ઓફિસેથી કર્મચારી અન્ય ઓફિસે જઈ રહ્યો હતો. આ પણ વાંચો: VIDEO: હવામાન વિભાગે ગુજરાતમાં […]

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, લૂંટારૂઓ થયા CCTVમાં કેદ, જુઓ આ VIDEO
| Updated on: Jun 28, 2019 | 8:56 AM
Share

અમદાવાદના સીજી રોડ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. લૂંટ ચલાવનારા લૂંટારૂઓ ફરાર થતા હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. માણેક ચોકમાં આવેલી મયૂર કાન્તી આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 5 લાખ ભરેલી બેગ લઈને જઈ રહ્યો હતો. પેઢીની સીજી રોડ ઓફિસેથી કર્મચારી અન્ય ઓફિસે જઈ રહ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

તે દરમિયાન એક્ટીવા પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી લૂંટારૂઓ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. દ્રશ્યોમાં દેખાતા આ એ જ શખ્સો છે. જેઓ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે. આ મુદ્દે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">