Ahmedabad: વધતા કોરોના સંક્રમણ વચ્ચે બેડ વધારવા માંગ ઉઠી તો લોકો પણ સ્વયંભૂ બંધના માર્ગે વળ્યા

|

Apr 19, 2021 | 11:06 PM

ગુજરાત અને અમદાવાદમાં કોરોના જાણે ઈન્ટરનેટની ગતિની જેમ આગળ વધી રહ્યો હોય તેમ દિવસેને દિવસે કેસ સતત વધી રહ્યા છે. જેની સામે રાજ્ય અને શહેરમાં હોસ્પિટલમાં બેડ ઓછા પડી રહ્યા છે.

Ahmedabad: વધતા કોરોના સંક્રમણ વચ્ચે બેડ વધારવા માંગ ઉઠી તો લોકો પણ સ્વયંભૂ બંધના માર્ગે વળ્યા

Follow us on

ગુજરાત અને અમદાવાદમાં કોરોના જાણે ઈન્ટરનેટની ગતિની જેમ આગળ વધી રહ્યો હોય તેમ દિવસેને દિવસે કેસ સતત વધી રહ્યા છે. જેની સામે રાજ્ય અને શહેરમાં હોસ્પિટલમાં બેડ ઓછા પડી રહ્યા છે. જે પરિસ્થિતિ વચ્ચે શહેરમાં લોકોએ બેડ વધારવા અને બંધ પડેલ હોસ્પિટલ શરૂ કરવા તેમજ ઈમારતોમાં બેડ ઉભા કરી કોરોના દર્દીઓને સારવાર આપવા માંગ ઉઠી છે. વધતા કોરોના કેસ સામે બેડ ઓછા પડી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલની સ્થિતિ છે. ત્યારે હોસ્પિટલ ફૂલ થતાં ખાડીયાના રહીશોની માંગ ઉઠી છે કે ખાડીયામાં કાપડીવાડ વિસ્તારમાં આવેલ મીની સિવિલ કોરોના સારવાર માટે શરૂ કરવામાં આવે.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વર્ષોથી કાર્યરત ઈમારતને 2000ના વર્ષમાં અશોક ભટ્ટ દ્વારા મીની સિવિલ તરીકે શરૂ કરાઈ હતી. જે હોસ્પિટલને 2019માં જર્જરિત બતાવી બંધ કરી દેવાઈ હતી. જોકે ખાડીયાના સ્થાનિકોની માંગ ઉઠી છે કે તે જ ઈમારત રીનોવેશન કરીને કોરોનાના દર્દી માટે ઉપયોગમાં લઈ શકાય છે. જ્યાં રીનોવેશન કરીને 100 બેડ ઉભા કરી શકાય છે તેવું સ્થાનિકોનું જણાવવું છે. જેમ કરવાથી હોસ્પિટલનું ભારણ ઓછું કરી શકાય તેમજ કોરોના દર્દીને જલ્દી સારવાર પણ આપી શકાય. જે માટે સરકારની ટીમે બિલ્ડીંગનું ઈન્સ્પેકશન કરી તેમજ તમામ પ્રકારની ખરાઈ કરી કામગીરી કરવી જરૂરી છે. જેથી ભવિષ્યમાં હોસ્પિટલ શરૂ થાય તો કોઈ દુર્ઘટના ન સર્જાય.

 

 

ત્યારે બીજી તરફ વધતા કોરોના કેસને લઈને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે કાલુપુર રેલવે સ્ટેશન સામે આવેલ વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલમાં 100 બેડ ઉભા કરવામાં આવે. જેથી હાલમાં હોસ્પિટલમાં બેડ ફૂલ છે, ત્યારે વધુ બેડ ઉભા કરી દર્દીઓની હાલાકી દૂર કરી શકાય. જેનાથી બેડ ઉભા થાય તો દર્દીને ઝડપી સારવાર મળી રહે તેવું પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર અને રહીશોનું પણ માનવું છે. જે રજુઆત સાથે જ કાલુપુર વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં 25 જેટલા બેડ ઉભા કરાયા તો વધુ બેડ ઉભા કરવાની પણ તૈયારી બતાવી. હાલમાં ઉભા કરવામાં આવેલ બેડને આઈસોલેટ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

 

બેડ ઉભા કરવા સાથે ટીમ પણ તૈનાત કરાઈ છે અને હવે માત્ર ઈન્સ્પેકશન અને અધિકારીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જેથી મંજૂરી મળતા 25 બેડનો તવરીત ઉપયોગ શરૂ કરી દર્દીઓને સારવાર આપી શકાય. બીજી તરફ લોકોએ વધતા કોરોના કેસ સામે શહેરીજનોનો સ્વયંભૂ પ્રયાસ હાથ ધરી સ્વૈચ્છીક બંધ અને સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે. જેમાં વસ્ત્રાપુરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિએશન દ્વારા જાહેરાત કરાઈ છે.

 

તેમજ ચાંદલોડિયામાં બપોરે 2 પછી બંધની તૈયારી ચાલુ છે. સાબરમતી, રાણીપ અને ન્યૂ રાણીપમાં બપોરે 2 પછી સ્વયંભૂ બંધ પાડવામાં આવે છે. સરદારનગર અને કુબેરનગરમાં 4 પછી બંધ તેમજ બુધવારથી નરોડા પાટિયાથી કુબેરનગર સુધી દુકાનો બંધ રહેશે તો નરોડામાં વિકેન્ડ લોકડાઉન પણ લોકો તરફથી જાહેર કરાયો છે. વટવાવાસીઓએ 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સ્વયંભૂ બંધનો નિર્ણય કર્યો છે. જેમાં સવારે 8થી બપોરે 2 સુધી બજાર ચાલુ રહેશે. 2 વાગ્યા બાદ સ્વયંભૂ બંધની જાહેરાત કરાઈ છે. જે કોરોના સંક્રમણ ઘટાડવાના પ્રયાસ હેઠળ નિર્ણય લેવાયા છે.

 

ખાનગી ઓફિસોમાં AMCની તવાઈ

વધતા કોરોના કેસને લઈને ખાનગી ઓફિસમાં 50 ટકા સ્ટાફ સાથે કામ લેવા નિર્ણય કરાયો હતો. જે કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે જાણવા અંગે આજે AMCએ તવાઈ બોલાવી હતી. AMCની ટીમે 427 જેટલા સ્થળે તપાસ કરી. જેમાં 5 સ્થળે 50 ટકા ઉપર સ્ટાફ કામ કરતો હોવાથી કાર્યવાહી કરી, તે પાંચે પ્રોપર્ટી સીલ કરવામાં આવી હતી.

આ 5 એકમ સીલ કરાયા

1. મકરબામાં આવેલ ગેપ્લોપ્સ ઓટોહબ

2. એસ જી હાઈવે પર આવેલ મેસર્સ સી એન્ડ એસ

3. થલતેજમાં આવેલ એક્સીસ બેન્ક

4. નિકોલમાં રિદ્ધિ કોમ સર્વિસીસ, સરદાર પટેલ મોલ

5. વસ્ત્રાલમાં આવેલ કૃષ્ણા ડાયમંડ, જડેશ્વર કોમ્પ્લેક્ષ

માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત ફેરફાર

કોરોનાના વધતા કેસ સાથે આજે પણ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફેરફાર જોવા મળ્યા હતા. 435 વિસ્તારમાંથી 33 વિસ્તાર દૂર કરાયા. જ્યારે વધુ 17 સોસાયટી અને એપાર્ટમેન્ટનો ઉમેરો થયો અને હવે માઈક્રો કન્ટેઇનમેન્ટનો આંકડો 419 પર પહોંચ્યો છે. નવા વિસ્તારમાં જોધપુર, બોડકદેવ, વાડજ, ન્યુ રાણીપ અને નવરંગપુરાના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થાય છે. જેમાં બોડકદેવમાં પૂરું સેન્ચ્યુરી ટાવર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો.

 

આ પણ વાંચો: Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત 

Next Article