AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ એરપોર્ટ બૉમ્બ મૂક્યા હોવાનો ફોન આવતા જ એકાએક એરપોર્ટ કરાયું ખાલી, જુઓ VIDEO

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાના મેસેજ મળતા જ તંત્ર દોડતું થયું હતું. મુંબઈ એર ઈન્ડિયાના સ્ટાફને કોઈ વ્યક્તિએ ફોન કરી બૉમ્બ મૂક્યા હોવાની જાણકારી આપી હતી. ફોન કરનાર વ્યક્તિએ ઈન્સાઅલ્લાહથી વાતની શરૂઆત કરી. જુઓ VIDEO: વાતની શરૂઆતમાં જ તેણે કોકાકોલાના ટીનમાં બોમ્બ મૂક્યા હોવાની વાત જણાવી. આ ઉપરાંત સીરિયાના પ્રાઈવેટ જેટને અમદાવાદ એરપોર્ટ પર […]

અમદાવાદ એરપોર્ટ બૉમ્બ મૂક્યા હોવાનો ફોન આવતા જ એકાએક એરપોર્ટ કરાયું ખાલી, જુઓ VIDEO
| Updated on: Feb 03, 2019 | 5:21 AM
Share

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાના મેસેજ મળતા જ તંત્ર દોડતું થયું હતું. મુંબઈ એર ઈન્ડિયાના સ્ટાફને કોઈ વ્યક્તિએ ફોન કરી બૉમ્બ મૂક્યા હોવાની જાણકારી આપી હતી. ફોન કરનાર વ્યક્તિએ ઈન્સાઅલ્લાહથી વાતની શરૂઆત કરી.

જુઓ VIDEO:

વાતની શરૂઆતમાં જ તેણે કોકાકોલાના ટીનમાં બોમ્બ મૂક્યા હોવાની વાત જણાવી. આ ઉપરાંત સીરિયાના પ્રાઈવેટ જેટને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાની પણ માગ કરી. ત્યારે તાત્કાલિક મુંબઈ એર ઈન્ડિયાના સ્ટાફે ઑથોરિટીને જાણ કરતાં અમદાવાદ એરપોર્ટ પર મેનેજરને આ સમગ્ર વાતની જાણ કરવામાં આવી. ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવી તપાસ હાથ ધરી. શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે પણ તપાસ હાથ ધરી. જો કે, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

ફોન કરનાર વ્યક્તિ અને એરપોર્ટ સ્ટાફ વચ્ચે 3.32 મિનિટ સુધી થઈ ફોન પર વાતચીત

મુંબઈ એર ઈન્ડિયાના સ્ટાફ પર આ ફોન આવ્યો હતો. જેમાં ઈન્સાઅલ્લાહથી વાતની શરૂઆત કરાઈ. આશરે સાડા 3 મિનિટ સુધી આ ફોન ચાલ્યો હતો. વહેલી સવારે 3 વાગ્યાને 38 મિનિટે આ ફોન આવ્યો હતો. આ બૉમ્બ કોકાકોલાના ટિનમાં મૂક્યો હોવાની વાત કરવામાં આવી. આ વાતચીત દરમિયાન એર ઈન્ડિયાના સ્ટાફે 3 વખત તે વ્યક્તિને તેનું નામ જણાવવાનું કહ્યું પરંતુ દર વખતે તેનો એક જ જવાબ રહ્યો કે, અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ-2 પર બૉમ્બ મૂકાયો છે. સીરિયાથી ટેક-ઑફ થયેલા તેમના પ્રાઈવેટ જેટને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપો નહીં તો દોઢ કલાકની અંદર બૉમ્બ ફૂટશે. એર ઈન્ડિયાના સ્ટાફ મેમ્બરે બૉમ્બ ક્યાં અને કયા સ્વરૂપમાં મૂક્યો હોવાનો પણ સવાલ કર્યો તેના જવાબમાં ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે બૉમ્બ કોકાકોલાના ટીનમાં છે પણ બૉમ્બ શોધવાની કોશિષ ન કરો, બૉમ્બ તમને નહીં મળે. સાથે છે ફોન કરનાર વ્યક્તિએ એર ઈન્ડિયા સ્ટાફને તેમનો નિર્ણય પણ પૂછ્યો કે તેમના પ્રાઈવેટ જેટને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાની પરવાનગી આપો છો કે નહીં, જેના જવાબમાં જ્યારે સ્ટાફ મેમ્બરે ફોન હોલ્ડ પર મૂકવા કહ્યું તે દરમિયાન ફોન કરનાર વ્યક્તિએ ફોન જ કાપી નાખ્યો. અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની કરવામાં આવી.

જુઓ VIDEO:

અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ મૂકાયો હોવાના ફોન અને મેસેજીસ મળતા આવ્યા છે. પરંતુ આ પહેલી વખત થયું હોય કે જ્યારે સીરિયાનું કોઈ કનેક્શન જોવા મળ્યું હોય. આ ઘટનાને ગંભીરતાથી લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાણવાજોગ દાખલ કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બૉમ્બની અફવા ફોન કરનાર વ્યક્તિએ ઈન્સાઅલ્લાહથી ચાલુ કરી વાત કોકાકોલાના ટીનમાં બોમ્બ મૂકાયા હોવાની કરી વાત એરપોર્ટ પર 2 બોમ્બ મૂક્યા હોવાની જાણ કરી સીરિયાના પ્રાઈવેટ જેટને અમદાવાદ ઉતારવાની કરી માગ દિલ્હી એર ઇન્ડિયાએ અમદાવાદ એર ઇન્ડિયાના મેનેજરને કરી જાણ બૉમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડે હાથ ધરી હતી તપાસ તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ વસ્તુ નથી મળીએરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ કરાવ્યું ખાલી અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારી એરપોર્ટ પર હાજર

[yop_poll id=1016]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">