Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગઈ કાલે ધોરણ 10નું હિન્દીનું પેપર ફોડનારો આરોપી એલઆરડીની પરીક્ષામાં ઉમેદવાર!

ગઈ કાલે ધોરણ 10નું હિન્દીનું પેપર ફોડનારો આરોપી એલઆરડીની પરીક્ષામાં ઉમેદવાર!

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:23 AM

ધોરણ 10નું હિન્દીનું પેપર વાયરલ કરવામાં સંજેલીની આશ્રમ શાળાના પ્રાથમિક વિભાગમાં નોકરી કરનાર અમિતની સંડોવણી છે, જે એલઆરડીનો ઉમેદવાર છે અત્યારે એલઆરડીની પરીક્ષા માટે બહાર હોવાનું માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી ડી.એસ.પટેલે જણાવ્યું છે.

ગઈ કાલે ધોરણ 10 (standard 10) નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થવાની ઘટના બની હતી. ઘટનાને પગલે આ પેપર વયરલ કરનારની શોધખોળ શરુ કરી દેવામાં આવી હતી. જેમાં પાંચ લોકો સંડોવાયેલા હોવાનું ખુલતાં LCBએ દાહોદ (Dahod) જિલ્લાના સંજેલીમાંથી ચાર યુવકને ઝડપી પાડી કોપી કેસ નોંધ્યો છે. જ્યારે એક આરોપી એલઆરડી ની પરીક્ષા આપવા બહાર ગયેલ છે તેથી તેની ધરપકડ થઈ શકી નથી. મહત્ત્વની વાત એ છે કે એલઆરડી (LRD) ની પરીક્ષામાં પેપર લીક ન થાય તે માટે તમામ પ્રકારની ચોકસાઈ રાખવામાં આવી રહી છે ત્યારે ગઈ કાલે ધોરણ 10નું હિન્દીનું પેપર ફોડનારો આરોપી આજે એલઆરડીની પરીક્ષા આપી રહ્યો છે જેથી પોલીસ વધુ સતર્ક બની ગઈ છે.

ગઇકાલે હિન્દીનું પેપર સોલ્યુશન વાયરલ થયું હતું જેના પગલે ફરી પરીક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા હતા અને તાત્કાલિક જવાબદારોને પકડી લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને LCBએ ચાર આરોપીને પકડી લીધા હતા. આ આરોપીઓએ પોતાના બાળકો માટે આ સોલ્યુશન કરાયું હોવાનું સામે આવ્યુ છે. આ પેપર વાયરલ કરવામાં આશ્રમ શાળાના પ્રાથમિક વિભાગમાં નોકરી કરનાર અમિતની સંડોવણી છે, જે એલઆરડીનો ઉમેદવાર છે અત્યારે એલઆરડીની પરીક્ષા માટે બહાર હોવાનું માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી ડી.એસ.પટેલે જણાવ્યું છે.

પેપર વાયરલ થવા બાબતે આશ્રમ શાળા સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ પાંચેય આરોપી ઘનશ્યામ ચારેલ, શૈલેષ પટેલ, અમિત ડામોર , સુરેશ ડામોર, જયેશ ડામોર આ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અત્યારે ચાર આરોપીને ઉઠાવી ગઈ છે. જોકે એક આરોપી એલઆરડીની પરીક્ષા આપવા ગયો હોવાથી પોલીસને હાથ લાગ્યો નથી.

આ પણ વાંચોઃ Banaskantha: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા નડાબેટ, સીમા દર્શન પ્રોજેકટનું કરશે લોકાર્પણ

આ પણ વાંચોઃ અમિત શાહની હિન્દી ટિપ્પણી વચ્ચે એઆર રહેમાનના ટ્વિટથી હંગામો, જાણો શું છે મામલો ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">