AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના પાલડીમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસે તોડ કરવા જતા અધિકારી ઝડપાયા, ACBએ કરી કાર્યવાહી

અમદાવાદના પાલડીમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસે તોડ કરવા જતા અધિકારી ઝડપાયા, ACBએ કરી કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 2:22 PM
Share

અમદાવાદમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કચેરીના ઈન્ચાર્ઝ ઝોનલ અધિકારી તેના મળતિયા સાથે 1.35 લાખ રૂપિયાની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા છે. એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે છટકુ ગોઠવી તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

અમદાવાદમાં સરખેજ ઝોનમાં ACBએ સસ્તા અનાજની દુકાનમાં સંચાલક પાસેથી લાંચ માગતા અધિકારીની ધરપકડ કરી છે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ બાતમીને આધારે કાર્યવાહી કરતા પૂરવઠા વિભાગની કચેરીના ઝોનલ અધિકારી (Zonal Officer) અને તેમના મળતિયાની 1.35 લાખની લાંચ (Bribe) લેતા રંગે હાથ ઝડપી લીધા છે. ACB સસ્તા અનાજની દુકાન ધરાવતી એક વ્યક્તિ વિરુદ્ધ સરખેજ પોલીસ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુના બાબતે તેની વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કિટિંગ(Black Marketing )મુજબના અટકાયતી પગલા લેવાના થતા હતા. જો કે આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સરખેઝ ઝોનના ઈન્ચાર્જ ભુપેન્દ્રકુમારે ચૌધરીએ અટકાયતી પગલા ન લેવા માસિક હપ્તો આપવાની ઓફર કરી હતી આ માટે માસિક 1.65 લાખ આપવાની માગણી કરી હતી જેમા રકઝકને અંતે 1.5 લાખ આપવાનુ નક્કી થયુ હતુ.

આ સમગ્ર બાબતે દુકાનધારકે ACBનો સંપર્ક કર્યો હતો, જેમા મદદનિશ નિયામક એ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ PI એમ.વી.પટેલ અને ટીમે પાલડીમાં મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ. જેમા દુકાનધારક પાસે લાંચના રૂપિયા 1.35 લાખ માગી સ્વીકારતા પૂરવઠા અધિકારી ભુપેન્દ્ર ચૌધરી અને તેમના મળતિયા અબ્દુલ રઝાક ઉર્ફે રાજુ ચૌહાણની પણ ACBએ ધરપકડ કરી છે.

નિયામક એ. વી. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ. વી. પટેલ અને ટીમે પાલડીમાં મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી ચેતન સોસાયટીના બંગલા નંબર-11 સામે લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ. જેમા બ્લેક માર્કેટિંગમાં ગુનો ન નોંધવા માટે ઝોનલ અધિકારીએ લાંચ માગી હતી.

Published on: Jul 28, 2022 02:19 PM
g clip-path="url(#clip0_868_265)">