GANDHINAGAR : ક્લીન સ્વીપનો દાવો કરનારી AAP માત્ર એક બેઠક જીતી શકી, ટ્વીટર પર લોકો ઉડાવી રહ્યાં છે મજાક

|

Oct 05, 2021 | 6:36 PM

Gandhinagar Municipal Corporation Election Results 2021 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44 ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીનો અકે જ ઉમેદવાર જીત્યો છે.

GANDHINAGAR : ક્લીન સ્વીપનો દાવો કરનારી AAP માત્ર એક બેઠક જીતી શકી, ટ્વીટર પર લોકો ઉડાવી રહ્યાં છે મજાક
AAP which claims clean sweep in Gandhinagar Corporation Election, won only one seat people are joking

Follow us on

GANDHINAGAR : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. ભાજપે 44 માંથી મહત્તમ 41 બેઠકો જીતી છે. કોંગ્રેસ બે સીટ અને આમ આદમી પાર્ટી (AAP) માત્ર એક સીટ પર આવી ગઈ છે. પરિણામ સામે આવ્યાં પહેલા આપ નેતા ગાંધીનગરમાં ક્લીન સ્વીપ કરી હોવાનો દાવો કરી રહ્યા હતા. 1 ઓક્ટોબરના રોજ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એવું પણ લખવામાં આવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દરેકને સાફ કરવા જઈ રહી છે. યુઝર્સને આ ટ્વીટને સાચવી રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હવે પરિણામ સામે આવ્યા બાદ લોકો આમ આદમી પાર્ટીને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું- ‘આ ગુજરાત છે, અહીંના લોકોના મનમાં હંમેશા વ્યાપાર રહે છે, આપણે બધા જાણીએ છીએ કે કંઈપણ મફતમાં ઉપલબ્ધ નથી. જે કોઈ અહીં મફતની વાત કરે છે તેના પર કોઈ વિશ્વાસ કરતું નથી. મફતખોટી મોંઘી પડે છે, આ બિઝનેસ માઇન્ડેડ લોકો ખૂબ સારી રીતે જાણે છે.

અન્ય એક યુઝરે તમામ પક્ષોની બેઠકો શેર કરી અને લખ્યું – “સ્વાદ આવી ગયો છે, આમ આદમી પાર્ટીની તમામ બેઠકો પર ડીપોઝીટ જપ્ત થઇ છે.”

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડના 44 ઉમેદવારોમાંથી એક માત્ર વોર્ડ-6માં AAP નો એક ઉમેદવાર જીત્યો છે. વોર્ડ-6 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તુષાર પરીખ 3974 મતે જીત્યા છે. આ સાથે જ 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીત્યા છે, જેમાં ભાવનાબેન ગોલ 4062, પ્રેમલત્તાબેન મહેરિયા 3825 મતે અને ગૌરાંગ વ્યાસ 4492 મતે જીત્યા છે. આમ ત્રણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અને એક ઉમેદવાર AAPનો જીતતા વોર્ડ-6માં ભારતીય જનતા પાર્ટીની પેનલ તૂટી છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અને આમ આદમી પાર્ટીને માત્ર એક સીટ મળી છે..ત્યારે ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથેની વાતચીતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીની હારનો સ્વીકાર કર્યો.આપ નેતા ગોપાલ ઇટાલીયાએ નિવેદન આપ્યું છે કે “નાનકડી ચૂંટણીમાં CMને રોડ શો કરતા કર્યાનો અમને ગર્વ છે.વર્ષોથી રહેલા પીઢ નેતાઓને અમે હંફાવ્યા છે.આમ આદમી પાર્ટી પર ગાંધીનગરની 17 ટકા જનતાએ ભરોસો મુક્યો છે અને આ ચૂંટણીમાં અમે જીત કરતા વધુ અનુભવ મેળવ્યો છે.”

આ પણ વાંચો : ASSAM : આસામના કરીમગંજમાં હેંગીંગ બ્રીજ તુટ્યો, 30 બાળકો નદીમાં પડ્યા, ત્રણ વર્ષ પહેલા તૈયાર થયો હતો બ્રીજ

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટે વકીલને ખખડાવતા કહ્યું, “આ બગીચો નથી કે તમે મનફાવે ત્યારે આવો અને જાઓ”

Published On - 6:35 pm, Tue, 5 October 21

Next Article