Breaking News : AAP ગુજરાતમાં 3 બેઠક પર લડશે લોકસભા ચૂંટણી, કોંગ્રેસ સાથે થઇ સમજુતી: સૂત્ર

|

Feb 22, 2024 | 1:03 PM

સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. AAP અને કોંગ્રેસ વચ્ચે સીટો પર સમજૂતી થઈ ગઈ છે. કેજરીવાલની પાર્ટી 4 સીટો પર અને કોંગ્રેસ 3 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે.

Breaking News : AAP ગુજરાતમાં 3 બેઠક પર લડશે લોકસભા ચૂંટણી, કોંગ્રેસ સાથે થઇ સમજુતી: સૂત્ર

Follow us on

લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ તમામ રાજ્યોમાં AAP સાથે ગઠબંધન કરવા જઇ રહી છે. તેમની ગઠબંધનની સમજુતી હેટળ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રણ બેઠક પર લોકસભા ચૂંટણી લડશે.

ગુજરાતમાં AAP કઇ બેઠક પર ચૂંટણી લડશે ?

મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયેલી સમજુતી અનુસાર આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રણ બેઠક પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભરુચ અને ભાવનગર સહિત ત્રણ બેઠક પર લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ માટે ઉમેદવારના નામ પર મંથન પણ શરુ કરવામાં આવ્યુ છે.

તમામ રાજ્યોમાં કોંગ્રેસ-AAPનું ગઠબંધન-સૂત્ર

સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. AAP અને કોંગ્રેસ વચ્ચે સીટો પર સમજૂતી થઈ ગઈ છે. કેજરીવાલની પાર્ટી 4 સીટો પર અને કોંગ્રેસ 3 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી દિલ્હીના દક્ષિણ, ઉત્તર પશ્ચિમ, નવી દિલ્હી અને પશ્ચિમ દિલ્હીમાં પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે.  કોંગ્રેસ ચાંદની ચોક, પૂર્વ દિલ્હી અને ઉત્તરની બેઠકો પર લડી શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી દિલ્હીના દક્ષિણ, ઉત્તર પશ્ચિમ, નવી દિલ્હી અને પશ્ચિમ દિલ્હીમાં પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે. તે જ સમયે, કોંગ્રેસ ચાંદની ચોક, પૂર્વ દિલ્હી અને ઉત્તરની બેઠકો પર લડી શકે છે.

પંજાબ માટે ન થઇ શકી સમજુતી

પંજાબમાં AAP અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલી શકી નહીં. બંને પક્ષ અહીં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તાજેતરમાં જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી રાજ્યની તમામ 13 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે. તેમણે કહ્યું કે પંજાબના લોકોએ પરંપરાગત રાજકીય પક્ષોના નેતાઓના ઘમંડને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું છે અને આ લોકસભા ચૂંટણીમાં જ્યારે આમ આદમી પાર્ટી તમામ બેઠકો જીતશે ત્યારે જે કંઈ પણ બચશે તે નાશ પામશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:49 pm, Thu, 22 February 24

Next Article