આને કહેવાય ખરી કપલ ચેલેન્જ, કોરોનાએ આપી કપલ ચેલેન્જ, જોકે સુરતનું આ દંપતિ તેને પાસ કરી ગયુ

|

Oct 05, 2020 | 4:25 PM

હમણાં ફેસબુક પર કપલ ચેલેન્જ જોરશોરથી ચાલી રહી છે. કપલ્સ પણ તેમના ફોટા શેર કરીને આ ચેલેન્જને સ્વીકારી રહ્યા છે. આ વર્ચ્યુલ ચેલેન્જ વચ્ચે સુરતમાં એક એવી કપલ ચેલેન્જ જોવા મળી જેને જોઈને સૌ કોઈ કહી ઉઠ્યા વાહ આને જ કહેવાય છે અસલી કપલ ચેલેન્જ. વાત એમ છે કે શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા દંપતિ પૈકી […]

આને કહેવાય ખરી કપલ ચેલેન્જ, કોરોનાએ આપી કપલ ચેલેન્જ, જોકે સુરતનું આ દંપતિ તેને પાસ કરી ગયુ

Follow us on

હમણાં ફેસબુક પર કપલ ચેલેન્જ જોરશોરથી ચાલી રહી છે. કપલ્સ પણ તેમના ફોટા શેર કરીને આ ચેલેન્જને સ્વીકારી રહ્યા છે. આ વર્ચ્યુલ ચેલેન્જ વચ્ચે સુરતમાં એક એવી કપલ ચેલેન્જ જોવા મળી જેને જોઈને સૌ કોઈ કહી ઉઠ્યા વાહ આને જ કહેવાય છે અસલી કપલ ચેલેન્જ.

વાત એમ છે કે શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા દંપતિ પૈકી પતિને શરદી, શ્વાસ લેવામાં જેવી તકલીફ થતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફેફસામાં ભારે નુકશાન હોવાથી તેમની હાલત ગંભીર હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બાદમાં તેમની પત્નીનો કોરોના ટેસ્ટ કરાવતા તેમનો પણ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી તેમને પણ હોસ્પિટલ ખસેડાઇ હતી. જો કે પતિની ઈચ્છા હતી કે પત્ની તેની બાજુમાં રહે. એટલે નજીક નજીકના બેડ પર બંનેની સારવાર શરૂ થઈ. ડોક્ટરની ટીમની સરાહનીય કામગીરીને પગલે પત્નીની હાલત સુધરવા લાગી અને આખરે તેમને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લેવાયો. ડોક્ટરે પત્નીને જણાવ્યું કે તેઓની હાલત હવે સ્વસ્થ છે અને તેઓ રજા લઈ શકે છે. પણ તેમના પતિની હાલત ક્રિટિકલ હોવાથી તેમને વધુ સારવારની જરૂર છે.

પરંતુ પત્નીને તેમના એકલાના સાજા થવાથી સંતોષ ન હતો. તેમને ડોક્ટરને ઘરે જવાની ના પાડી ને પતિની સાથે જ રહેવા દેવા વિનંતી કરી. ડોકટરે ના પાડી તેમ છતાં પત્નીએ જીદ કરતા આખરે ડોકટર પણ તૈયાર થયા અને તેમને પતિ પાસે રહેવા પરવાનગી આપી.

ડોક્ટરના જણાવ્યા અનુસાર મહત્વની વાત એ છે કે પતિની હાલત ખરેખર ખૂબ ગંભીર હતી. તેઓ પૂરતો પ્રયત્ન કરી રહ્યા હતા પણ તેમ છતાં તેમને બચાવી લઈશું એવો પાક્કો ભરોસો આપી શકતા ન હતા.

જોકે આ કેસમાં ડોકટરોની મહેનત તો ખરી જ પણ તેમની પત્નીનો જે સપોર્ટ અને પ્રેમ રહ્યો તેના કારણે તેમની તબિયતમાં ધીમેધીમે સુધારો આવવા લાગ્યો. કોરોનાનું સંક્રમણ ફરી લાગવાનો ડર હોવા છતાં પણ પત્નીએ અંતિમ સમય સુધી પતિનો સાથ ન છોડ્યો. અને એક પત્નીની આ જ જીદ સામે આખરે કોરોનાને પણ હારવું પડ્યું અને છેવટે આ કપલ સુપર કપલ સાબિત થયું જેણે કોરોનાએ આપેલ ચેલેન્જ સ્વીકારી અને તેને પાર પણ પાડી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article