આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વધુ 13 ઉમેદવારોના નામ જાહેર કર્યા
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની ચૂંટણી માટે સાતમી યાદી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે આમ આદમી પાર્ટી સજ્જ બની ગઇ છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા આ સાતમી યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા કડી, ઉત્તર ગાંધીનગર, વઢવાણ, મોરબી, જસદણ, મોરબી, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જેતપુર,લુણાવાડા, સંખેડા, માંડવી,મહુવા માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી સાતમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/mo4rqSYW7J
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 28, 2022
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ગુજરાત મિશન 2022ની શરૂઆત કરી દીધી છે અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જેને પગલે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતો પણ વધી છે. જો કે ગુજરાતમાં હજુ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત નથી થઈ એ પહેલા આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે અને ભાજપ-કોંગ્રેસની પહેલા ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. આ સાથે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવી એક બાદ એક ગેરંટી સ્કીમ થકી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આપે પહેલી યાદીમાં કુલ 19 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા
આપને જણાવી દઈએ કે તેની પ્રથમ યાદીમાં આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમા સૌરાષ્ટ્રની 4, ઉત્તર ગુજરાતની 3, મધ્ય ગુજરાતની 2 અને દક્ષિણ ગુજરાતમાંથી 1 ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે આજે 9 ઉમેદવારો મળીને આપે અત્યાર સુધીમાં 19 ઉમેદવારોની જાહેરાત કરી છે.
આપની બીજી યાદીમાં 9 ઉમેદવારો યાદી જાહેર કરાઇ હતી
જે. જે મેવાડા- અસારવા, અમદાવાદ રાજુ કરપડા- ચોટિલા વિપુલ સખીયા- ધોરાજી પિયુષ પરમાર- માંગરોળ, જૂનાગઢ કરશન કરમુર- જામનગર ઉત્તર પ્રકાશ કોન્ટ્રાક્ટર- સુરત ચોર્યાસી નિમિષાબેન ખૂંટ- ગોંડલ વિક્રમ સૈરાણી- વાંકાનેર ભરતભાઈ વાખલા- દેવગઢ બારિયા
ત્રીજી યાદીમાં જાહેર કરેલા ઉમેદવારના નામ
- કલ્પેશ પટેલ – વેજલપુર બેઠક
- કૈલાસ ગઢવી – માંડવી કચ્છ
- પ્રફુલ વસાવા – નાંદોદ
- દિનેશ કાપડિયા – દાણીલીમડા
- ડો. રમેશ પટેલ- ડીસા
- વિજય ચાવડા – સાવલી
- બીપીન ગામેતી – ખેડબ્રહ્મા
- જીવન જીંગુ – પોરબંદર
- અરવિંદ ગામીત – -નીજર
ચોથી યાદીના ઉમેદવારો
ઉમેદવારોની યાદીમાં હિંમતનગર બેઠક પરથી નિવૃત શિક્ષક નિર્મળસિંહ પરમાર અને ગાંધીનગર (દક્ષિણ) પરથી દોલત પટેલનો સમાવેશ થાય છે. કુલદીપ વાઘેલાને સાણંદ બેઠક પર, બિપિન પટેલ વટવા અને ભરત પટેલને અમરાઇવાડી બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં રામજીભાઈ ચુડાસમાને કેશોદ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જેવો કોળી સમાજના આગેવાન છે જેઓ અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. નટવરસિંહ રાઠોડને ખેડા જિલ્લાની ઠાસરા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. તેમણે જિલ્લા પંચાયત સભ્ય તરીકે કામ કર્યું છે, જ્યારે તખ્તસિંહ સોલંકી પંચમહાલથી ઉમેદવાર જાહેર કરાયા છે. દિનેશ બારિયાને પંચમહાલની કાલોલ બેઠક પરથી,જ્યારે શૈલેષ ભાભોરને ગરબાડા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે સુરતની લિંબાયત બેઠક પરથી પંકજ તાયડેને જ્યારે પંકજ પટેલને ગણદેવી બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જે યુવા આદિવાસી નેતા છે.
5મી યાદીમાં 12 ઉમેદવારોના નામની જાહેરાત
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા પાંચમી યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં 12 ઉમેદવારોના નામ સામેલ હતા. AAPએ આ 5મી યાદીમાં ભુજ બેઠક પરથી રાજેશ પાંડોરિયા, ઇડર બેઠક પરથી જયંતિભાઇ પરનામી, નિકોલ બેઠક પરથી અશોક ગજેરા, સાબરમતી બેઠક પરથી જસવંત ઠાકોર, ટંકારા બેઠક પરથી સંજય ભટસણાનો સમાવેશ કર્યો છે. કોડીનાર બેઠક પરથી વિજયભાઇ મકવાણા, મહુધા બેઠક પરથી રાજીવભાઇ સોમાભાઇ વાઘેલા બાલાસિનોર બેઠક પરથી ઉદયસિંહ ચૌહાણ, મોરવા હડફ બેઠક પરથી બનાભાઈ ડામોર, ઝાલોદ બેઠક પરથી અનિલ ગરાસિયા, ડેડિયાપરા બેઠક પરથી ચૈતર વસાવા અને વ્યારા બેઠક પરથી બિપિન ચૌધરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
છ્ઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારના નામ જાહેરાત
AAPની છઠ્ઠી યાદીમાં રાપર બેઠક પરથી અંબાભાઈ પટેલ, વડગામથી દલપત ભાટિયા, મહેસાણાથી ભગત પટેલ, વિજાપુરથી ચિરાગભાઈ પટેલ, ભિલોડાથી રૂપસિંહ ભગોરા, બાયડથી ચુન્નીભાઈ પટેલ ઉમેદવારો છે. પ્રાંતિજમાંથી અલ્પેશ પટેલ, ઘાટલોડિયાથી વિજય પટેલ, જૂનાગઢથી ચેતન ગજેરા, બોરસદમાંથી મનીષ પટેલ, આંકલાવમાંથી ગજેન્દ્રસિંહ, ઉમરેઠમાંથી અંબરીશભાઈ પટેલ, કપડવંજમાંથી મનુભાઈ પટેલ, સંતરામપુરમાંથી પર્વત વાગોડિયા ફૌજી, દાહોદથી પ્રો. દિનેશ મુનિયા, માંજલપુરથી વિરલ પંચાલ, સુરત ઉત્તરમાંથી મહેન્દ્ર નાવડિયા, ડાંગમાંથી એડવોકેટ સુનિલ ગામીત, વલસાડમાંથી રાજુ મર્ચાને ઉમેદવાર જાહેર કરાયા છે.
આપની સાતમી યાદીના નામ જાહેર
આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કડીથી એચકે ડાભી, ગાંધીનગર નોર્થથી મુકેશ પટેલ, વઢવાણથી હિતેશ પટેલ, મોરબીથી પંકજ રંસારીયા, જસદણથી તેજસ ગાજીપરા, જેતપુર (પોરબંદર)થી રોહિત ભુવા, કાલાવાડથી ડો.જીજ્ઞેશ સોલંકી, જામનગર રુલરથી પ્રકાશ ડોંગા, મહેમદાવાદથી પ્રમોધભાઇ ચૌહાણ, લુણાવાડથી નટવરસિંહ સોલંકી, સંખેડાથી રંજન તડવી, માંડવી (બારડોલી)થી સાયનાબેન ગામીત, મહુવા (બારડોલી)થી કુંજન પટેલને ટિકિટ આપવામાં આવી છે.