Gujarati NewsGujaratA social welfare organisation of ahmedabad will take 108 elderly people to haridwar by air
‘વાહ.. આને કહેવાય સેવા’ અમદાવાદનું આ સેવા કેન્દ્ર વિમાનમાં 108 વૃધ્ધોને કરાવશે હરીદ્વારની યાત્રા
સેવા કરનારાઓ તો ઘણા વિરલાઓ હોય છે. ત્યારે અમદાવાદના ઢાળની પોળમાં ચાલતા ગીરીરાજ સેવા કેન્દ્રએ અનોખી સેવાની મિસાલ પુરી પાડી છે. ગીરીરાજ સેવા કેન્દ્ર છેલ્લા 11 વર્ષથી નિ:શુલ્ક ટિફિન સેવા ચલાવે છે. જેમાં કોઈના સંતાનો ના હોય, સંતાનો સાચવતા ના હોય, તે સહિતના જરૂરીયાતમંદ વૃદ્ધોને વિનામૂલ્યે ટિફિન પહોંચાડે છે. ત્યારે આ સેવાકેન્દ્ર હવે એક નવી […]
સેવા કરનારાઓ તો ઘણા વિરલાઓ હોય છે. ત્યારે અમદાવાદના ઢાળની પોળમાં ચાલતા ગીરીરાજ સેવા કેન્દ્રએ અનોખી સેવાની મિસાલ પુરી પાડી છે.
ગીરીરાજ સેવા કેન્દ્ર છેલ્લા 11 વર્ષથી નિ:શુલ્ક ટિફિન સેવા ચલાવે છે. જેમાં કોઈના સંતાનો ના હોય, સંતાનો સાચવતા ના હોય, તે સહિતના જરૂરીયાતમંદ વૃદ્ધોને વિનામૂલ્યે ટિફિન પહોંચાડે છે. ત્યારે આ સેવાકેન્દ્ર હવે એક નવી પહેલ કરવા જઈ રહ્યું છે. જેમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 108 વડિલ વૃદ્ધોને હરીદ્વારની યાત્રા કરાવવામાં આવશે.
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
આ સાધારણ અને મધ્યમકક્ષાના વૃદ્ધ માતા-પિતાઓને આ સંસ્થા અને અન્ય દાતાઓના સહયોગથી વિમાનમાં હરિદ્વારની યાત્રા કરાવવામાં આવશે. તે માટે ઢાળની પોળમાં બધા વડીલોને ભેગા કરવામાં આવ્યા હતા અને વિમાનની યાત્રા વિશે સમજણ આપવામાં આવી હતી.
ત્યારે અમદાવાદ શહેરના મેયર બિજલબેન પટેલ અને ગીરીરાજ સેવા કેન્દ્રના સંસ્થાપક રમેશભાઈ મહેતા પણ આ વડીલોને પ્રોત્સાહન આપવા હાજર રહ્યા હતા. આ હરિદ્વારની યાત્રા 5 થી 12 એપ્રિલ સુધી રહેશે. જેનો તમામ ખર્ચ સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ ઉપાડશે.