અમદાવાદના પ્રખ્યાત ઇન્દુબેન ખાખરાવાળાના ખાખરામાંથી નીકળી ઈયળ, ગ્રાહકે ઠાલવ્યો રોષ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 11, 2024 | 2:28 PM

અમદાવાદમાં ઈન્દુબેન ખાખરાવાળાના ખાખરા ખૂબ જ પ્રખ્યાત છે.ત્યારે આ મોટુ નામ ધરાવતી નાસ્તાની આ દુકાનના ખાખરામાંથી ઇયળ નીકળી હોવાની ઘટના સામે આવી છે. ખાખરામાંથી ઇયળ નીકળતા ગ્રાહક ફરિયાદ કરવા માટે દુકાને પહોંચ્યા હતા અને દુકાનદારે તેમની ભૂલ સ્વીકારી પણ હતી.

અમદાવાદના પ્રખ્યાત ઈન્દુબેન ખાખરામાંથી ઈયળ નીકળી છે. અમદાવાદની સી.જી રોડ પર આવેલી ઇન્દુબેન ખાખરાવાળાની બ્રાન્ચમાંથી ગ્રાહકે ખાખરા ખરીદ્યા હતા. જે પછી ગ્રાહકે નાના બાળકને આ ખાખરા ખાવા આપ્યા હતા. જે દરમિયાન ખાખરામાંથી ઈયળ નીકળી હતી. આ ઘટના બાદ ગ્રાહકે દુકાને પહોંચીને ફરિયાદ કરી હતી. જે પછી દુકાનમાલિકે ભૂલ સ્વીકારી હતી અને ખાખરના રૂપિયા પરત આપવાની વાત કરી હતી. ખાખરામાંથી ઈયળ નીકળતા ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો હતો.