અંકલેશ્વરમાં DJના ટેમ્પા નીચે 3 કચડાયા, એક બાળકીનું મોત, આખલાની અડફેટે 8 લોકો ઇજાગ્રસ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Aug 27, 2025 | 2:38 PM

ભરૂચના અંકલેશ્વરમાં ગણેશ આગમન યાત્રાનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો. યાત્રા દરમિયાન બે અલગ-અલગ અને ગંભીર અકસ્માતો થયા, જેના કારણે એક બાળકીનું મૃત્યુ થયું અને 10 થી વધુ લોકો ઘાયલ થયા

ભરૂચના અંકલેશ્વરમાં ગણેશ આગમન યાત્રાનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો. યાત્રા દરમિયાન બે અલગ-અલગ અને ગંભીર અકસ્માતો થયા, જેના કારણે એક બાળકીનું મૃત્યુ થયું અને 10 થી વધુ લોકો ઘાયલ થયા. આ ઘટનાઓએ પંથકમાં શોક અને ચિંતાનો માહોલ ફેલાવ્યો છે.

ડીજે ટેમ્પાએ લીધો ભોગ

ગડખોલ ગામના માર્ગ પર શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી. આ યાત્રામાં સામેલ DJના ટેમ્પાએ ત્રણ બાળકોને અડફેટે લીધા. અકસ્માત એટલો ગંભીર હતો કે એક બાળકી ટેમ્પા નીચે કચડાઈ ગઈ અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું. અન્ય બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ટેમ્પાના મૂળ ડ્રાઈવરે કોઈ અન્ય વ્યક્તિને ચલાવવા આપ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

DJના અવાજથી ભડકેલા આખલાનો આતંક

આ જ યાત્રા દરમિયાન અંકલેશ્વરના GIDC વિસ્તારમાં એક આખલાએ ભારે આતંક મચાવ્યો હતો. યાત્રામાં વાગતા જોરદાર ડીજેના અવાજથી આખલો ભડકી ગયો હતો અને તેણે યાત્રાળુઓ પર હુમલો કર્યો. આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિકોનું માનવું છે કે DJના અવાજને કારણે આખલાએ નિયંત્રણ ગુમાવ્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો