બેંકના કામકાજના સમયમાં મોટો ફેરફાર, જાણી લો નવો સમય

|

Apr 20, 2021 | 10:35 PM

રાજ્યમાં સતત વધતા કોરોના વાઈરસના કેસને ધ્યાનમાં રાખીને હવે બેન્કિંગ કામકાજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 21 એપ્રિલ 2021થી 30 એપ્રિલ 2021 સુધી બેન્કિંગ કામકાજનો સમય સવારે 10થી 2 વાગ્યા સુધીનો રહેશે.

બેંકના કામકાજના સમયમાં મોટો ફેરફાર, જાણી લો નવો સમય
File Image

Follow us on

રાજ્યમાં સતત વધતા કોરોના વાઈરસના કેસને ધ્યાનમાં રાખીને હવે બેન્કિંગ કામકાજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 21 એપ્રિલ 2021થી 30 એપ્રિલ 2021 સુધી બેન્કિંગ કામકાજનો સમય સવારે 10થી 2 વાગ્યા સુધીનો રહેશે. રાજ્યમાં કોરોનાના કારણે વણસતી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહા ગુજરાત બેંક એમ્પલોઈઝ એસોસિએશને (Maha Gujarat Bank Employees Association) મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં રજુઆત કરી હતી.

 

 

તેમણે જણાવ્યું હતું કે બેંક(Bank)નું જરૂરી કામકાજ જ ચાલુ રાખવામાં આવે, બેંકમાંથી રોકડ ઊપાડવાનો સમય સવારે 10થી 1 રાખવામાં આવે અને એસોસિએશને લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે આગામી બે માસ સુધી બેંકમાં દર શનિવારે રજા રાખવામાં આવે. બેંકની કામગીરી ઘટાડેલા સ્ટાફથી ચલાવવા માટે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

 

આજે 20 એપ્રિલે રાજ્યમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. રાજ્યમાં આજે 20 એપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 હજારથી વધુ નવા કેસ સામે આવ્યાં છે તો કોરોનાના કારણે 121 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

 

અમદાવાદમાં સૌથી વધુ 4,631 નવા કેસ

રાજ્યમાં આજે 20 એપ્રિલે મહાનગરોમાં નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 4631, સુરતમાં 1553, રાજકોટમાં 764, વડોદરામાં 460, જામનગરમાં 324, ગાંધીનગરમાં 173, ભાવનગરમાં 165, અને જુનાગઢમાં 99 નવા કેસો સામે આવ્યાં છે.

 

આ પણ વાંચો: CM Rupani Live: ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ, દવાખાના, ક્લિનિકમાં પૂર્વ મંજૂરી વિના કોરોનાના દર્દીની કરી શકાશે સારવાર

Published On - 10:15 pm, Tue, 20 April 21

Next Article