રાજ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો, રાજ્યમાં વધુ 987 પોઝિટિવ કેસ નોંધાયા અને 4 દર્દીઓના કોરોનાથી થયા મોત

|

Oct 29, 2020 | 8:17 PM

રાજ્યમાં સતત પાંચમા દિવસે કોરોનાનો આંક એક હજારની નીચે જોવા મળ્યો. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 987 પોઝિટિવ કેસ નોંધાયા, તો 4 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 71 હજારને પાર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,708 પર પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 53 […]

રાજ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો, રાજ્યમાં વધુ 987 પોઝિટિવ કેસ નોંધાયા અને 4 દર્દીઓના કોરોનાથી થયા મોત

Follow us on

રાજ્યમાં સતત પાંચમા દિવસે કોરોનાનો આંક એક હજારની નીચે જોવા મળ્યો. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 987 પોઝિટિવ કેસ નોંધાયા, તો 4 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 71 હજારને પાર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,708 પર પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 53 હજાર લોકોના ટેસ્ટ કરાયા, જ્યારે 1,083 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 54 હજાર દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો, તો હજુ પણ 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો, સુરતમાં સૌથી વધુ 213 પોઝિટિવ કેસ સાથે 2 દર્દીઓએ જીવ ગુમાવ્યો. અમદાવાદમાં 1 દર્દીઓના મોત સાથે 171 પોઝિટિવ કેસ નોંધાયા. ગાંધીનગરમાં 34 કેસ સાથે એક દર્દીનું મોત થયું. આ તરફ રાજકોટમાં 96 પોઝિટિવ કેસ તથા વડોદરામાં 117 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરઃ કૉંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા, લીંબડી બેઠક પર પ્રચાર દરમિયાન નિયમોનો ભંગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article