IIT ગાંધીનગરમાં 900 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને વેક્સિન અપાતા વિવાદ, મોટાભાગે ઉંમર 45થી ઓછી

|

Apr 09, 2021 | 1:55 PM

આઈઆઈટી ગાંધીનગરમાં વિદ્યાર્થી, ફેકલ્ટી સભ્યો અને અન્ય સ્ટાફને કોરોના વેક્સિન અપાતા વિવાદ સર્જાયો છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી છે.

IIT ગાંધીનગરમાં 900 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને વેક્સિન અપાતા વિવાદ, મોટાભાગે ઉંમર 45થી ઓછી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

આઈઆઈટી ગાંધીનગરમાં વિદ્યાર્થી, ફેકલ્ટી સભ્યો અને અન્ય સ્ટાફને કોરોના વેક્સિન આપવામાં આવ્યાની ઘટના સામે આવી છે. આ બાબતે વિવાદ થઇ રહ્યો છે કેમ કે આમાંથી મોટાભાગના 45 વર્ષથી ઓછી ઉંમરના છે. નિયત વય કરતા ઓછી હોવા છતાં પણ 900 વિદ્યાર્થીઓમાંથી ઘણાને કેમ રસી આપવામાં આવી તેણે લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. સમાચાર સંથાઓના અહેવાલ અનુસાર આ સંદર્ભે આઈઆઈટી ગાંધીનગર તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું થયું નથી.

વિદ્યાર્થીએ કહ્યું અમને ખબર ન હતી કે અમને વેક્સિન આપવી જોઇએ કે નહીં

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલો અનુસાર આઈઆઈટી કેમ્પસ પર રસીકરણ કેન્દ્રમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અન્ય સહિત 900 લોકોને રસી આપવામાં આવી છે. આમાં એવા વિદ્યાર્થીઓ શામેલ છે જે કેમ્પસમાં નથી. જોકે આ સંદર્ભે આઈઆઈટી અને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી, પરંતુ મીડિયા અહેવાલોને નકારી કાઢવામાં પણ આવ્યા નથી. અહેવાલો અનુસાર 30 માર્ચથી 2 એપ્રિલ સુધી આઇઆઇટીમાં કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ખાનગી સમાચારના અહેવાલ મુજબ નામ ન લેવાની ઇચ્છા ધરાવતા એક વિદ્યાર્થીએ એ ખાનગી સમાચાર સંસ્થાને જણાવ્યું કે, “હું કોરોના વેક્સિન લેવા માટે પાત્ર છું કે નહીં તે મને ખબર નહોતી. અમને બધાને એક ઇમેઇલ મળ્યો કે તમારે 30 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન રસી લેવી પડશે. મને 31 માર્ચે રસી આપવામાં આવી. તે પછી મને થોડો થાક લાગ્યો હતો, પરંતુ હવે બધું ઠીક છે.”

ઉલ્લેખનીય છે કે હાલમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન અપાઈ રહી છે, ત્યારે નાની ઉંમરના વિદ્યાર્થીઓને વેક્સિન અપાતા ગાંધીનગરની આઇઆઇટી કોલેજની ચર્ચા દેશભરમાં થવા લાગી છે. આ મુદ્દે વિવાદ વધવાની આશંકાઓ દર્શાવવામાં આવી રહી છે. કોરોનાના વધતા જતા કેસોને લઈને સરકારે 45થી વધુ ઉંમરના લોકોને પહેલા સુરક્ષિત કરવાનું નક્કી કર્યું હતું પરંતુ આ ઘટનાને જોઇને લોકોમાં પાન ચર્ચાઓ થવા લાગી છે.

 

આ પણ વાંચો: Corona Vaccine: કોરોના સામેનું યુદ્ધ કેવી રીતે જીતી શકાશે? ભારત પાસે સ્ટોકમાં માત્ર આટલા દિવસની વેક્સિન

આ પણ વાંચો: ચિંતાજનક: RT-PCR રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ કોરોના સંક્રમિત મળી રહ્યા છે દર્દીઓ

Next Article