અરવલ્લીમાં સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના 83 છોડ પકડાયા

| Edited By: | Updated on: Feb 12, 2026 | 4:47 PM

મેઘરજના લાલપુર-કુણોલની સરકારી જમીનમાંથી SOG એ શોધી કાઢેલ વાવેતર કરેલ ગાંજાના 83 છોડનું કુલ વજન 8 કિલો 730 ગ્રામ થયું હતું, આ પ્રતિબંધિત ગાંજો અને અન્ય ચીજ સહિત કુલ 4,36,500 નો મુદામાલા જપ્ત કરવામાં આવ્યો હતો.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાંથી એસઓજીએ, સરકારી જમીનમાં ઉગાડેલા ગાંજાના છોડ મળી આવ્યા છે. સૌથી ચોકાવનારી બાબત એ છે કે, SOG એ શોધી કાઢેલા ગાંજાના છોડ સરકારી જમીનમાં વાવ્યા હતા. આ ગાંજાના છોડ ઘઉં અને તુવેરની આડમાં ઉગાડવમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

મેઘરજના લાલપુર-કુણોલની સરકારી જમીનમાંથી SOG એ શોધી કાઢેલ વાવેતર કરેલ ગાંજાના 83 છોડનું કુલ વજન 8 કિલો 730 ગ્રામ થયું હતું, આ પ્રતિબંધિત ગાંજો અને અન્ય ચીજ સહિત કુલ 4,36,500 નો મુદામાલા જપ્ત કરવામાં આવ્યો હતો.

લાલપુર-કુણોલની સરકારી જમીનમાં ગાંજાનું વાવેતર કરનાર રાજુ કાંતિભાઈ નાથબાવાની, SOG એ ધરપકડ કરી છે. મૂળ ગાયત્રીનગર વિસનગરનો રહેવાસી રાજુ કાંતિભાઈ નાથબાવા, છેલ્લા કેટલાક વર્ષોથી લાલપુર-કુણોલમાં રહેતો હતો. કેટલાય સમયથી એક નાનું ઝૂંપડું બાંધીને તેને આશ્રમ બનાવીને સેવક તરીકે રહેતો હતો.

Breaking News : ગોપાલ ઇટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઉભી થવા નહિ દે : રાજુ કરપડા જુઓ Video